Baroda

પાંજરાપોળમાંથી મૂંગા પશુઓની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો દાખલ

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં શ્રી વડોદરા પાંજરાપોળમાંથી 12 બકરાં ચોરાયાનો કિસ્સો સામે આવ્યો છે. પાંજરાપોળના સેક્રેટરી રાજીવભાઈ શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિક્યુરિટી ગાર્ડ જગદીશ રાઠવાએ 78.50 લાખના 1020 બકરાંમાંથી 12 બકરાં ચોરીને 70,000માં ફતેપુરાના મિત્ર ઇમ્તીયાઝ મલેકને વેચી દીધા હતા. પોલીસે જગદીશ રાઠવા સામે ગુનો નોંધી 2 બકરાં પરત મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાંજરાપોળમાંથી મૂંગા પશુઓની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો દાખલ

Vadodara News : વડોદરાના રાજમહેલ રોડ પર ઊંચી પોળમાં રહેતા રાજીવભાઈ શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવવી છે કે, હું વર્ષ 2014થી દરજીપુરા ખાતે આવેલી આપણી ‘શ્રી વડોદરા પાંજરાપોળ’ સંસ્થામાં સેક્રેટરી તરીકે સેવા આપું છું. અમારી સંસ્થામાં ગાય, ભેંસ, બકરાં સહિતના મૂંગા પશુઓની સંભાળ રાખવામાં આવે છે. ગત 21 મે 2026ના રોજ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુના હેઠળ જપ્ત કરાયેલાં આશરે 1020 બકરાં (કિંમત રૂ.78.50 લાખ) અમારી પાંજરાપોળમાં જમા કરાવવામાં આવ્યા હતા. અમારી સંસ્થામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો જગદીશ હરસિંગભાઈ રાઠવા (રહે. ન્યુ વી.આઈ.પી. રોડ) નાઈટ ડ્યુટી દરમિયાન આ પશુઓની સંભાળ રાખતો હતો.
ગત 1 જુલાઈના રોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના માણસો ટેગ વગરના બે બકરાં લઈને આવ્યા અને જણાવ્યું કે આ તમારા પાંજરાપોળના ચોરી થયેલા બકરાં છે. જેથી અમને શંકા જતાં પાંજરાપોળમાં જમા બકરાંની ગણતરી કરી તો 12 બકરાં ઓછા જણાયા હતા. તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા બંધ કરતા માલૂમ પડેલા જગદીશ રાઠવાની કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો.
જગદીશે જણાવ્યું કે પૈસાની સખત જરૂરિયાત હોવાથી તેણ પોતાની મોટરસાયકલ પર વારાફરતી 12 બકરાં ચોરીને ફતેપુરાના તેના મિત્ર ઇમ્તીયાઝ મહંમદ મલેકને રૂ.70,000માં વેચી દીધા હતા.
ચોરાયેલા 12 બકરાંમાંથી 2 બકરાં પરત મળી આવ્યા છે, જ્યારે બાકીના રૂ.76,960ની કિંમતના 10 બકરાં ચોરી કરવા બદલ પોલીસે સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો દાખલ કર્યો છે.