Baroda

ગોરવામાં વહુ પર એસિડ નાખનાર સાસુ અને હેરાન કરનાર પતિ,સસરા અને બે નણંદ સામે ગુનો

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
ગોરવાના સહયોગ ગાર્ડન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં પરિણીતા પર સાસુએ એસિડ ફેંકતા ચકચાર મચી છે. 10 સપ્ટેમ્બરે બાથરૂમ સાફ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલી સાસુએ એસિડ નાખ્યું. ગળા અને મોંઢા પર ઇજા થતા, પરિણીતાએ પતિ પિયુષ, સાસુ સુધા, સસરા, અને બે નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવામાં વહુ પર એસિડ નાખનાર સાસુ અને હેરાન કરનાર પતિ,સસરા અને બે નણંદ સામે ગુનો

ગોરવા વિસ્તારમાં પરિણીતા સાથે કામ બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાયેલી સાસુએ તેના પર એસિડ નાખી દીધું હોવાના બનેલા બનાવ અંગે સાસુ સહિતના સાસરીયા સામે પોલીસ ફરિયાદ થઇ છે.
ગોરવાના સહયોગ ગાર્ડન પાસે રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન બાદ સાસુ કોઇને કોઇ બાબતે ઝઘડા કરતા હતા.જ્યારે પતિ પણ માતા કહે તેટલું જ કરવાનું તેમ કહેતા હતા.બે નણેદો અને પિતા પણ પતિની ઉશ્કેરણી અને ઝઘડા કરતા હતા.
પરિણીતાએ કહ્યું છે કે,ગઇ તા.૧૦મી સપ્ટેમ્બરે બપોરે સાસુએ બાથરૃમ સાફ કરવા કહ્યું હતું.હું બાથરૃમ સાફ કરવા ગઇ ત્યારે સાસુએ એસિડથી સાફ કરવા કહ્યું હતું.પરંતુ મને એસિડની એલર્જી હોવાથી મેં ના પાડી હતી.જેથી સાસુએ મારા પર એસિડ નાખતા ગળા અને મોંઢાના ભાગે ઇજા થઇ હતી. ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે પતિ પિયુષ,સાસુ સુધા,સસરા અને નણંદ રિન્કુબેન અને વિરલબેન સામે ગુનો નોંધ્યો છે.