લિગલ ડોક્યુમેન્ટસની સરળ ભાષામાં સમજ આપે તેવું સોફટવેર બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લિગલ ડોક્યુમેન્ટસ એટલે કે કાયદાકીય દસ્તાવેજોમાં લખાયેલી ભાષા, તેમાં ઉલ્લેખ કરેલી જોગવાઈઓ અને કાયદાકીય કલમોના કારણે સામાન્ય માણસ માટે આ પ્રકારના દસ્તાવેજો સમજવા મુશ્કેલ હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગની વિદ્યાર્થિનીઓ ક્રિષા ગાંધી, કાવ્યા પટેલ અને ધ્રિતિ ગાંધીએ વિભાગના અધ્યાપક ડો.હેતલ ભાવસારના માર્ગદર્શન હેઠળ એવું સોફટવેર વિકસાવ્યું છે જે કાયદાકીય દસ્તાવેજોની સરળ ભાષામાં સમજ પૂરી પાડી શકે છે.
વિદ્યાર્થિની ક્રિષા ગાંધી કહે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની જેમ અમે લિગલ ઈન્ટેલિજન્સ આધારિત આ સોફટવેરને લેક્સીગાર્ડ નામ આપ્યું છે.કોઈ પણ વ્યક્તિ તેના પર પોતાનો લિગલ ડોક્યુમેન્ટ અપલોડ કરે તે સાથે જ તેને સરળ ભાષામાં તેની સમજૂતી મળે છે.તેમાં ઉલ્લેખ થયેલી કઈ જોગવાઈઓ જોખમી છે તેની જાણકારી પ્રાપ્ત થાય છે.તાજેતરમાં ગૂગલ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં આ સોફટવેરને ટોપ-૫૦ સોફટવેરમાં સ્થાન મળ્યું હતું.ક્રિષા ગાંધીના જણાવ્યા અનુસાર અત્યારે અલગ અલગ પ્રકારના લિગલ એગ્રીમેન્ટની સમજ સોફટવેર થકી મળે છે.ભવિષ્યમાં તેમાં અન્ય પ્રકારના લિગલ ડોક્યુમેન્ટસનો પણ સમાવેશ કરી શકાશે.જેના માટે વધારે ડેટા તથા સર્વરની જરુર પડશે.આ માટે અમે યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ સેલ પાસે ફંડિંગની માંગણી કરી છે.હાલના તબક્કે આ પ્રોજેકટ પર હું અને કાવ્યા પટેલ કામ કરી રહ્યા છે.
સોફટવેરની બીજી વિશેષતાઓ
--વિદેશી એઆઈ પ્લેટફોર્મની જેમ સેન્સિટિવ ડેટા બહાર મોકલતું નથી.દસ્તાવેજનું અર્થઘટન કરતા પહેલા વ્યક્તિગત જાણકારી આપોઆપ ડિલિટ કરી નાંખે છે.
--દસ્તાવેજમાં જો કોઈ જોખમી પરિબળ હોય તો તેને ફેરનેસ સ્કોર આપે છે અને કાયદાકીય જોગવાઈ સાથે તેને સાંકળે છે.
--દસ્તાવેજનો સારાંશ ૩૨ ભારતીય ભાષામાં પૂરો પાડે છે
--સારાંશને ઈ-મેઈલ ડ્રાફ્ટમાં પણ તૈયાર કરી આપે છે.જેથી ઈ- મેઈલ કરવા માટે અલગ ડ્રાફટની જરુર રહેતી નથી.









