Baroda

ગોધરાના ગુજસીટોકના કેસમાં બે આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: ગોધરા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા સુફિયાન પઠાણ અને એહમદહુસેન વસ્કા ઉર્ફે મોહસીન પાવોની જામીન અરજી સ્પેશ્યલ જજ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓ પર ગૌવંશ ચોરી, ગૌમાંસ વેચાણ અને સમાજમાં અરાજકતા ફેલાવવા જેવા ગંભીર 19 ગુના નોંધાયા છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ સામે મજબૂત કેસ છે, જેથી તેમને જામીન ન આપવા જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરાના ગુજસીટોકના કેસમાં બે આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

Vadodara News : ગોધરા ખાતે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની જામીન અરજી સ્પેશ્યલ જજ(ગુજસીટોક)ની કોર્ટે નામંજૂર કરી છે.
વર્ષ 2020થી 2025 દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા, વેજલપુર, હાલોલ વિસ્તારમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમસિન્ડિકેટ સક્રિય કરી, ગાય તેમજ ગૌવંશની ચોરી ગૌમાંસના વેચાણ માટે નેટવર્ક, સમાજમાં અરાજકતાનો માહોલ ઊભો કરવો, પોલીસ પર હુમલા, સરકારી વાહન મિલક્તોને આગ લગાડી પૂરાવાનો નાશ કરવો, ફરિયાદી સાક્ષીઓ પર હુમલા કરવા સહિતના ગુના આચરવા મામલે ગોધરા બી ડીવીઝન પોલીસે છ આરોપીઓ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના અધિનિયમ મુજબ ગુનો નોંધાયો છે.
આ ગુનામાં સંડોવાયેલા સુફિયાન મહેમુદ પઠાણ (રહે.ચુચલા પ્લોટ, ગોધરા) અને એહમદહુસેન સીદીકી વસ્કા ઉર્ફે મોહસીન પાવો (રહે.બરાર મસ્જિદની પાસે, ગોધરા)એ અત્રેની સ્પેશ્યલ જજ(ગુજસીટોક)ની કોર્ટેમાં પોતાની રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. આ અરજ સામે વાંધો ઉઠાવનાર તપાસ કરનાર અમલદારના સોગંદનામા મુજબ, સુફિયાન સામે છેલ્લા પાંચવર્ષમાં ગુજસીટોકની જોગવાઈ મુજબના ચાર અને એહમદહુસેન સામે છેલ્લા પાંચ વર્ષમાં છ ગુના નોંધાયા છે. આ ગુનાખોર ટોળકી અને ત્રાસવાદી સંગઠનો એક સરખા ઈરાદા ધરાવતા હોવાથી નારકો-ત્રાસવાદને ઉત્તેજન આપે છે તેવું ધ્યાને આવ્યું હોઈ આરોપીઓની પ્રવૃત્તિ પર અંકુશની તાતી જરૂરિયાત છે. અરજદાર/આરોપીઓ ગૌમાંસ તથા ગૌવંશના આતરડાનું લે-વેચનો ધંધો કરે છે. અગાઉના ગુનાઓમાં જામીન મેળવ્યા બાદ પણ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખી છે. ટોળકીએ ગંભીર પ્રકારના 19 ગુના આચર્યા છે.
સરકાર તરફે વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર રધુવિર પંડ્યાએ દલીલો કરી હતી કે આરોપીઓ સામે મજબૂત પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીઓનો ગુનામાં એક્ટિવ રોલ છે અને કાયદાની જોગવાઈ જોતા આરોપીને જામીન મુક્ત કરવા જોઈને નહીં.
કોર્ટે નોંધ્યું કે ગુજસીટોકની કલમ-2(સી) મુજબ ફરિયાદ પક્ષે જામીન અરજી વખતે પ્રથમ દર્શનીય રીતે ફક્ત એટલી જ હકીકત બહાર લાવવાની છે કે ત્રણ વર્ષ કે તેના કરતા વધારે સજાવાળો ગુનો કરેલો છે અને તે ગુનો એકાંકી કે સંયુક્ત રીતે ઓર્ગેનાઈજ ક્રાઈમ સિન્ડિકેટના મેમ્બર તરીકે કે સિન્ડિકેટ વતી કરેલ છે અને એક કરતા વધારે ચાર્જશીટ ફાઈલ થયેલ છે અને સક્ષમ અદાલતે પાછલા 10વર્ષમાં તેનું સંજ્ઞાન લીધેલ છે. સહ આરોપીઓના નિવેદનો જોતા હાલના તબક્કે પ્રથમ દર્શનીય રીતે ઉક્ત જોગવાઈ સંતોષાય છે. આથી અરજદાર/આરોપી સુફિયાન અને એહમદહુસેનની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.