Baroda

વડોદરા: 32 વર્ષ પહેલા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા BSNLના કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવા કોર્ટનો આદેશ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 32 વર્ષ પહેલા ફરજ પર મૃત્યુ પામેલા BSNL કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. BSNLએ 15 વર્ષની કાનૂની લડત બાદ અરજી ફગાવતા કોર્ટે તેને ગેરકાયદેસર ગણાવી. 1995માં અરજી કરાઈ હતી, પરંતુ BSNLએ 2003માં સમયમર્યાદાના બહાને નકારી હતી. હવે કોર્ટે પુત્રને નોકરી આપવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: 32 વર્ષ પહેલા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા BSNLના કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવા કોર્ટનો આદેશ

Vadodara News: વડોદરામાં 32 વર્ષ પહેલા ચાલુ ફરજે મૃત્યુ પામેલ કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાની બીેસએનએલએ ના કહ્યાં બાદ અદાલતમાં દાદ માંગવામાં આવતા 15 વર્ષની કાનુની લડત બાદ કોર્ટે મૃત કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાનો આદેશ કર્યો હતો. BSNL દ્વારા અરજી નકારી કાઢવાના કૃત્યને અદાલતે ગેરકાયદેસર, ગેરવ્યાજબી અને અન્યાયી ગણાવ્યું હતું.

કેસની વિગત એવી છે કે, 1998માં BSNLમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ભવાનસિંહનું ચાલુ ફરજે અવસાન થયું હતું.તે સમયે તેમના પુત્રો સગીર હોવાથી, 20/06/1995ના રોજ મૃતક કર્મચારીના પત્નીએ વિભાગને લેખિત અરજી આપી હતી કે મોટો પુત્ર જસવંતસિંહ 18 વર્ષનો  થાય ત્યારે તેને રહેમરાહે નોકરી આપવામાં આવે. ત્યારબાદ વર્ષ 2002માં પુત્ર પુખ્ત વયનો થતાં તેને નોકરીમાં રાખવા ફરીથી વિનંતી કરવામાં આવી હતી.   

જોકે, BSNLની કોર્પોરેટ ઓફિસે વર્ષ 2003માં એવું કહીને અરજી ફગાવી દીધી કે, સરકારી નિયમ મુજબ મૃત્યુની તારીખથી 5 વર્ષની અંદર અરજી કરવાની હોય છે અને આ અરજી 9 વર્ષ બાદ થઈ હોવાથી સમયમર્યાદા બહાર છે. આ અન્યાય સામે યુનિયન (ગોધરા) દ્વારા રજૂઆત થતા શ્રમ મંત્રાલયે વર્ષ 2011માં આ કેસ ઔદ્યોગિક ન્યાયપંચને મોકલ્યો હતો.કેસની સુનાવણી દરમિયાન યુનિયન તરફે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે, વર્ષ 1995માં જ અરજી અપાઈ હતી અને તે સમયના અધિકારીએ તેની નોંધ લઈને વર્ષ 2002 સુધી દાવો પેન્ડિંગ રાખવા ભલામણ પણ કરી હતી.

સામે પક્ષે બીએસએનએલએ  દલીલ કરી હતી કે તેમને 1995ની અરજી મળી જ નથી અને કંપની 2008ના નવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,  BSNLના 1996ના આંતરિક પત્ર પરથી જ સાબિત થાય છે કે 1995માં અરજી કરવામાં આવી હતી. અદાલતે સરકારી જાહેરનામા ટાંકીને સ્પષ્ટ કર્યું કે, સગીર સંતાન 18 વર્ષનું થાય ત્યારે તે નોકરી માટે અરજી કરી શકે છે. આખરે અદાલતે મૃતક કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી પર લેવાનો આદેશ કર્યો હતો.

પેન્શન અને નવા પરિપત્રનો બચાવ અદાલતમાં ન ટક્યો

અદાલતમાં બચાવ કરતા બીએસએનએલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મૃતક કર્મચારીના પત્નીને 1995થી નિયમિત પેન્શન અને મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવી રહ્યું છે, જે શરૃઆતમાં કુલ રૂપિયા 2128 હતું. વધુમાં કંપનીએ 2008ના નવા સરક્યુલરનો સહારો લીધો હતો, પરંતુ અરજદાર પક્ષે બંધારણના વિવિધ આર્ટિકલની જોગવાઇઓ તથા સુપ્રીમ કોર્ટ અને એડમનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલના ચૂકાદાઓ રજૂ કર્યા હતા, જેમાં સ્પષ્ટ કરાયું હતુ કે,જૂના કેસમાં પાછળથી આવેલા પરિપત્રોને આધારે કાયદેસરના હકનો ઇનકાર કરી શકાય નહીં.