Baroda

પેવર બ્લોકના કામમાં 30 ટકાથી આછા ભાવના ટેન્ડરથી ગુણવત્તા જળવાશે કે કેમ તે મુદ્દે વિવાદ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેક પર પેવર બ્લોક પાથરવા 8 કરોડના વાર્ષિક ઇજારાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. આ કામ માટેના ટેન્ડરમાં શ્રીજી ડેવલોપર્સે અંદાજિત યુનિટ રેટથી 31.32% ઓછા ભાવ ભર્યા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આવતીકાલે સ્થાયી સમિતિ આ અંગે નિર્ણય લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેવર બ્લોકના કામમાં 30 ટકાથી આછા ભાવના ટેન્ડરથી ગુણવત્તા જળવાશે કે કેમ તે મુદ્દે વિવાદ

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાની રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક પર પેવર બ્લોકથી પેવિંગ કરવાની કામગીરી માટે રૂ.8 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારો આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ખાસ બાબત એ છે કે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનારા ત્રણેય ઈજારદારોએ અંદાજિત યુનિટ રેટ કરતાં 30 ટકાથી વધુ ઓછા ભાવ રજૂ કરતાં આ ટેન્ડર ચર્ચાનો વિષય બન્યો છે.
આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ત્રણ ઈજારદારના ભાવપત્રકો પ્રાપ્ત થયા હતા. જેમાં શ્રીજી ડેવલોપર્સે અંદાજિત યુનિટ રેટ કરતાં 31.32 ટકા ઓછો, જય એન્ટરપ્રાઇઝે 30.33 ટકા ઓછો અને કૌશલ હરપલાણીએ 29.99 ટકા ઓછા ભાવ રજૂ કર્યા છે. ત્રણેય ભાવપત્રકોમાં અંદાજિત યુનિટ રેટની સરખામણીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આ પૈકી શ્રીજી ડેવલોપર્સનું ભાવપત્રક સૌથી ઓછું હોવાથી તેને કામગીરી સોંપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ટેન્ડરની ચકાસણી કર્યા બાદ ટેન્ડર ચકાસણી કમિટીએ પણ શ્રીજી ડેવલોપર્સના ભાવપત્રકને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાની ભલામણ કરી છે. 30થી 32 ટકા સુધી ઓછા ભાવથી પેવર બ્લોકનું કામ કેવી રીતે અને કઈ ગુણવત્તા સાથે થશે, તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાના
અંદાજિત યુનિટ રેટ કરતાં આટલા મોટા પ્રમાણમાં ઓછા ભાવ રજૂ થતાં કામગીરીની ગુણવત્તા, વપરાતી સામગ્રી અને ભાવના તફાવત અંગે સવાલો ઉઠવાની શક્યતા છે.
આ અંગે હવે આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે.