Baroda

સમા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વૃક્ષોના નિકંદનથી વિવાદ

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 15 વૃક્ષો ગેરકાયદેસર કાપી નખાતા પૂર્વ વિપક્ષ નેતાએ મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોગ્ય જાળવણી ન થતી હોવાનો અને મંજૂરી વિના વૃક્ષો કાપ્યાનો આક્ષેપ છે. કરોડોના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સની આવક-જાવક બજેટમાં રજૂ ન થતા કોર્પોરેશનને આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું છે. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વૃક્ષોના નિકંદનથી વિવાદ

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૫ જેટલા વૃક્ષોના નિકંદન મામલે પૂર્વ વિપક્ષ નેતાએે મ્યુનિ. કમિશ્નરને લેખિત રજૂઆત કરી જવાબદાર સામે કાર્યવાહીની માગ કરી છે.

રજૂઆતમાં જણાવાયા મુજબ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વૃક્ષો કોઈપણ પ્રકારની મંજૂરી વિના કાપવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોમ્પ્લેક્સની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. નોંધનીય છે કે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને પોતાની જમીન પર કરોડો રૃપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે.

વધુમાં ઉમેર્યું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આવક-જાવક અથવા બેલેન્સ શીટ મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં રજૂ કરાતી નથી, જેના કારણે મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ શહેરના નાગરિકોને પણ પૂરતી સુવિધાઓ મળતી નથી તેવો એમનો આક્ષેપ છે.

એમનું કહેવું છે કે એક તરફ 'એક પેડ મા કે નામ' અને 'મિશન ટૂ મિલિયન ટ્રીઝ' જેવા અભિયાનો હેઠળ વૃક્ષારોપણ કરાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ વર્ષો જૂનાં વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે. છેલ્લા ૧૧ વર્ષમાં વડોદરા શહેરનું ગ્રીન કવર અંદાજે ૫૦ ટકા ઘટયું છે.

આ મામલે તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરાઈ છે.