Baroda

વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગમાં 3 સબ ઓફિસરોની વર્તણૂકને લઈ વિવાદ

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા અને 3 સબ ઓફિસરના વર્તનથી વિવાદ ઘેરાયો છે. એક સબ ઓફિસર સામે યુવતીનો બિભત્સ વીડિયો ઉતારવાનો, બીજા સામે ગણેશ વિસર્જનમાં પૈસા ઉઘરાવવાનો અને ત્રીજા સામે મનસ્વી વાહન ઉપયોગનો આક્ષેપ છે. આ ઘટનાઓથી વિભાગની છબી ખરડાઈ રહી છે. સત્તાધીશો કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગમાં 3 સબ ઓફિસરોની વર્તણૂકને લઈ વિવાદ

Vadodara Fire Brigade : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતીની પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. તો બીજી તરફ, સીધી ભરતીથી નિમણૂક પામેલા ત્રણ સબ ઓફિસરની કામગીરી અને વર્તનને લઈને ફાયર વિભાગમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ફાયર વિભાગમાં પ્રમોશન અને ભરતીની પ્રક્રિયા નક્કી કરાયેલા ઠરાવ પ્રમાણે થવી જોઈએ. આંતરિક ભરતી માટેના કર્મચારીઓના હિતો જળવાય અને 50 ટકા આંતરિક તથા 50 ટકા સીધી ભરતીનો રેશિયો જાળવવાનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી. તેવામાં સીધી ભરતીથી નિમણૂક પામેલા કેટલાક સબ ઓફિસરોના વર્તનને લઈને પણ ચર્ચા છે. આક્ષેપો મુજબ, એક સબ ઓફિસર સામે યુવતીનો બિભત્સ વીડિયો ઉતારવાના મામલે પોલીસ સ્ટેશન સુધી ફરિયાદનો મુદ્દો પહોંચ્યો હતો.
ગણેશ વિસર્જન દરમિયાન તરવૈયાઓ પાસેથી નાણાંની ઉઘરાણીના આક્ષેપના મામલે અન્ય એક સબ ઓફિસરની બદલી કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. આ ઉપરાંત, અન્ય એક ફાયર અધિકારી દ્વારા મનસ્વી રીતે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ફાયર વિભાગમાં ચર્ચા છે કે કેટલાક ઓફિસરની મનમાનીના કારણે આખા વિભાગની છબી ખરડાઈ રહી છે. સત્તાધીશો આ બાબતે ગંભીરતા દાખવે અને કોર્પોરેશનની છાપ ખરડાઈ તેવી વર્તણુક બદલ જરૂરી કાર્યવાહી તકે કરે તે જરૂરી હોવાની માગ ઉઠી છે.
એક તરફ ભરતીના ઠરાવના પાલનને લઈને કર્મચારીઓએ રજૂઆત કરી છે, તો બીજી તરફ કેટલાક અધિકારીઓના વર્તન અંગે ઊઠતા સવાલોએ ફાયર વિભાગની કામગીરી અને વહીવટી નિયંત્રણ અંગે ચર્ચા જગાવી છે.