વડોદરાના પૂર્વ ઝોનમાં અગ્રવાલ કન્સ્ટ્રક્શનને જ 3 મહિનાનો કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્તથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગમાં પૂર્વ ઝોનના ફૂટપાથ, સર્વિસ ટ્રેક અને પાર્કિંગમાં પેવર બ્લોક લગાવવાના વાર્ષિક ઇજારાને લઈને વહીવટી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. અગ્રવાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલા વાર્ષિક ઇજારાની મુદત 19 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં નવો ઇજારો કરવાના બદલે જૂના કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારવાની દરખાસ્ત ઓક્ટોબર મહિનામાં સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાની કામગીરી માટે રૂ.6 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો હતો. જૂન 2025થી અગ્રવાલ કન્સ્ટ્રક્શનના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી હતી. આ ઇજારા હેઠળ રૂ.4.25 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જ્યારે રૂ.1.75 કરોડની રકમની બચત રહી હતી.
આ ઇજારાની મુદત 19 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. હવે મંજૂર થયેલા ભાવ અને શરતો મુજબ ઇજારાની સમયમર્યાદા વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જોકે, ઇજારાની મુદત પૂર્ણ થયા બાદ દરખાસ્ત રજૂ કરવામાં આવતાં વહીવટી આયોજન સામે સવાલો ઊભા થયા છે.




