Baroda

નવી વરસાદી કાંસ બનાવવા રૂ.4.96 કરોડના અંદાજ સામે ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોનનું રૂ.5.45 કરોડના ટેન્ડરથી વિવાદ

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના વોર્ડ 14માં ગાજરાવાડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી કાંસ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડનું ભાવપત્રક અંદાજ કરતાં 9.90% વધુ આવ્યું છે. રૂ.4.96 કરોડના અંદાજ સામે રૂ.5.45 કરોડનું ભાવપત્રક રજૂ થતાં આશરે રૂ.49.17 લાખ વધુ ચૂકવવા પડશે. જૂની કાંસ જર્જરિત હોવાથી નવી બનાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી વરસાદી કાંસ બનાવવા રૂ.4.96 કરોડના અંદાજ સામે ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોનનું રૂ.5.45 કરોડના ટેન્ડરથી વિવાદ

Vadodara Corporation : પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14માં ગાજરાવાડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી કાંસ બનાવવાની કામગીરીમાં અંદાજ કરતાં વધુ રકમ ચૂકવવાની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. કુંભારવાડાથી ઇદગાહ મેદાનની પાછળ થઈ ગાજરાવાડી પાણીની ટાંકી સુધી નવી વરસાદી કાંસ બનાવવા માટે ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડનું ભાવપત્રક અંદાજ કરતાં 9.90 ટકા વધુ આવ્યું છે. રૂ.4.96 કરોડના અંદાજ સામે રૂ.5.45 કરોડનું ભાવપત્રક રજૂ થતાં આશરે રૂ.49.17 લાખ વધુ ચૂકવવા પડશે.
પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14માં નાની શાકમાર્કેટથી ઇદગાહ મેદાનની પાછળ થઈ ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આવેલી વરસાદી કાંસ રૂપારેલ કાંસ સાથે જોડાય છે. આ કાંસ જૂની અને જર્જરિત થઈ ગઈ હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી. તેના કારણે પાણીના નિકાલની સમસ્યાના નિવારણ માટે નવી કાંસ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.4,96,68,636ના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્રણ વખતના પ્રયાસ બાદ માત્ર એક જ ઇજારદાર, ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડે ભાવપત્રક રજૂ કર્યું હતું. ઇજારદારનો ભાવ અંદાજિત રકમ કરતાં 9.90 ટકા વધુ એટલે કે રૂ.5,45,85,831 થયો છે.
આ ભાવપત્રકને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જો દરખાસ્ત મંજૂર થશે તો નવી વરસાદી કાંસ બનાવવાના કામ માટે અંદાજ કરતાં રૂ.49.17 લાખ જેટલી વધુ રકમ ખર્ચાશે.