અખાદ્ય ખોરાક અને ગંદકી મુદ્દે બેદરકારો સામે સતત કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાકશાખા તથા સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં અખાદ્ય ખોરાક અને ગંદકી મામલે સતત દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે.
મ્યુનિ.કોર્પોરેશનની ખોરાકશાખાની ટીમોએ આજે કલાદર્શન ચાર રસ્તા, પરિવાર ચાર રસ્તા, કારેલીબાગ, હરણી સહિતના વિસ્તારોમાં લારી-ગલ્લા , દુકાનો, રેસ્ટોરન્ટ સહિત કુલ૧૨ એકમો ખાતે દરોડા પાડી ચેકિંગની કામગીરી કરાઈ હતી. આ દરમિયાન ઘી, ચા,મસાલા પાવડર, ગાંઠિયા, પેંડા,આઈસ્ક્રીમ, પ્રિપેડ ફૂડ સહિતના ૧૧ શંકાસ્પદ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપ્યા છે.
અલકાપુરી સંપતરાવ કોલોની ખાતે આવેલા 'ટ્રીનીટી કેફે' રેસ્ટોરન્ટની ઈડલી સંભારમાંથી જીવાત નીકળવાની ફરિયાદના આધારે ચેકિંગ કરી નિયમના ઉલ્લંઘન બદલ નોટિસ આપી એકમને બંધ કરાવાયું છે.
નિઝામપુરા રોડ પર આવેલા 'જય સ્વામીનારાયણ કાઠીયાવાડી ભોજનાલય રેસ્ટોરન્ટ'માં ગંદકી જણાતા નોટિસ આપી ૧૨ કિલોગ્રામ રોટલી અને લોટનો નાશ કરી એકમ બંધ કરાવ્યું હતું. શાસ્ત્રીબાગથી કલાદર્શન ચાર રસ્તા પર આવેલ પાંચ એકમોમાં મીઠાઈ બનાવવા માવાનો કે સ્વીટ બરફીના ઉપયોગ અંગે ચેકિંગ કરાયું હતું.




