Baroda

કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ ચાર દાયકાથી કોંગ્રેસ સાથે સક્રિય છે. આવતીકાલે સોમવારે તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલયે 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા' બાદ ઉમેદવારીપત્ર ભરશે. ભાજપે સતીષ પટેલને મેદાનમાં ઉતાર્યા હોવાથી હવે બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે પૂર્વ મંત્રી અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ભીખાભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં બે ટર્મ કાઉન્સિલર રહી ચૂક્યા છે. ઉપરાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર, બરોડા ડેરીના ડિરેક્ટર તેમજ  મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી નિભાવી છે.

કોંગ્રેસ દ્વારા આવતીકાલે સોમવારે સવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભીખાભાઈ રબારીના સમર્થનમાં 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા'નું આયોજન કરાયું છે.

 તો બીજીતરફ,  ભાજપે અગાઉ જ સતીશ પટેલના નામની જાહેરાત કરી હોવાથી હવે બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર નિશ્વિત બની છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આવતીકાલે સોમવારે બંને પક્ષો સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ભરશે.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ કાર્યકરો અને આગેવાનોની ગુ્રપ બેઠકો શરૃ કરી દીધી છે. બંને પક્ષો દ્વારા પ્રચારને વેગ આપવામાં આવતા માંજલપુર પેટા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.