Baroda

ટ્રાન્સપોર્ટના ગુ્રપમાં વાયરલ ઓડિયોના મુદ્દે વળતી ફરિયાદ

By GS Team
9 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ટ્રાન્સપોર્ટના બે ગ્રુપ વચ્ચે ધમકીભર્યા ઓડિયો ક્લિપ મુદ્દે વિવાદ વકર્યો છે. આજવારોડના સોનુ રણવીર સિંહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અભિષેક તનવરે તેમના નાના ભાઈ અને ભાડૂત વચ્ચેની વાતચીતનો ઓડિયો ગ્રુપમાં મૂક્યો હતો. આ બાબતે અભિષેકે તેમને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુનીલ બિશુએ પણ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાન્સપોર્ટના ગુ્રપમાં વાયરલ ઓડિયોના મુદ્દે વળતી ફરિયાદ

ધમકીનો ઓડિયો ટ્રાન્સપોર્ટના વેપારીઓના ગુ્રપમાં મૂકવાના મુદ્દે ઝઘડો થયો હતો. આ બનાવમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.
આજવારોડ અમરદીપ રેસિડેન્સીમાં રહેતા અને હિન્દુસ્તાન રોડ લાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સોનુ રણવીર સિંહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ટ્રાન્સપોર્ટના બે ગુ્રપ ચાલે છે. (૧) બરોડા ટ્રાન્સપોર્ટ સોલ્યુશન તથા (૨) વડોદરા ટ્રાન્સપોર્ટર્સ.
ગત ૨૯ મી તારીખે બરોડા ટ્રાન્સપોર્ટ સોલ્યુશન ગુ્રપમાં અભિષેક તનવર ઉર્ફે અભી એ મારા નાના ભાઇ રાકેશકુમાર તથા ભાડૂત હિમાંશુ વચ્ચે ભાડા બાબતે થયેલી વાતચીતનો ઓડિયો મૂક્યો હતો. તે બાબતે ઝઘડો થતા અભિષેકે મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અભિષેકે જણાવ્યું હતું કે, સુનીલ મોહરસિંગજી બિશુ (રહે. ઓમકારા હેરિટેજ, સયાજી ટાઉનશિપ રોડ) એ કોલ કરાવ્યોહતો. સુનીલને વીડિયો કોલ કરી આ અંગે પૂછતા તેણે બંદૂક બતાવી ધમકી આપી હતી કે, છ એ છ ગોળીઓ તારામાં ઉતારી દઇશ. બાપોદ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે અભિષેક અને સુનીલ સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ ટ્રાન્સપોર્ટર અભિષેકે સોનુ, મહેન્દ્ર ઝાંઝરીયા , રાજેશ તથા મહેન્દ્ર શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી.