વડોદરા કોંગ્રેસના એસ.સી. મોરચાના પ્રમુખને જાતિ અપમાનિત ટિપ્પણી કરનાર સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના પ્રમુખને જાતિ અપમાનિત શબ્દો કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંજલપુર રણછોડજીની પોળમાં રહેતા સામાજિક કાર્યકર મહેશ ડાહ્યાભાઇ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 16 મી ઓગસ્ટે ભાવિક અમીન નામના એકાઉન્ટમાંથી એક પોસ્ટ મૂકવામાં આવી કે, ગુજરાત કોંગ્રેસની ફ્રેન્ચાઇઝીને આપ્યો જડબાતોડ જવાબ એસ.સી. મોરચાના પ્રમુખો તો છે પણ કમિટી મેમ્બર્સના દૂર દૂર સુધી ઠેકાણા નથી. ચા સમોસાનું બિલ ચૂકવો અને પદ આપો.. ભાવિક અમીન પહેલા કોંગ્રેસમાં હતો અને હાલમાં એક અખબારમાં તંત્રી છે. મેં તેને આવી પોસ્ટ નહીં મૂકવા જણાવતા તેણે મને ગાળો બોલી અપમાનિત શબ્દો કહ્યા હતા. ત્યારબાદ પણ તેણે પોસ્ટ મૂકી જાતિ અપમાનિત શબ્દો લખ્યા હતા.









