દુકાનમાં તોડફોડ કરનાર ચાર યુવકો સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જાંબુવા બ્રિજ નજીક ટી સ્ટોલ નજીક ગાળો બોલી ઝઘડો કરી તોડફોડ કરનાર ચાર આરોપીઓ સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જાંબુવા બ્રિજ નીચે સર્વિસ રોડની બાજુમાં આવેલી દુકાનો નજીક ગુજ્જર સરદાર નામની વ્યકિત ફોન પર ગાળો બોલતો જણાય છે અને તેની સાથે રહેલા અન્ય લોકો દુકાનમાં જઇ ઝઘડો કરી તોડફોડ કરતા દેખાય છે.આ વીડિયોના આધારે કપુરાઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એવું જાણવા મળ્યું હતું કે, ગત ૩૦ મી જૂને રાત્રે સાડા દશ વાગ્યે જાંબુવા ઓવર બ્રિજ નીચે આવેલી જય ભોલે ટી સ્ટોલ નામની ચાની દુકાન આગળ ગુર્જનસિંગ તિર્થસિંગ રાય, સૂરજસિંગ સેવાસિંગ, ગુરજીતસિંગ સુખચેનસિંગ ભુટર તથા અંકેશ રાજેશભાઇ શિંદે ( તમામ રહે. વડોદરા) એ અંદરોઅંદર ગાળાગાળી કરી દુકાનમાં તોડફોડ કરી હતી. જેથી,કપુરાઇ પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









