Baroda

ભાજપના પૂર્વહોદ્દેદાર અને SP ઇન્ફ્રાના ભાગીદાર સુરેશ પાનસૂરિયા અને ભાગીદારો સામે 10 કરોડની ઠગાઇની ફરિયાદ

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં SP ઇન્ફ્રાના નામે સિદ્ધેશ્વરની સ્કીમોમાં ફ્લેટ અને દુકાનો આપી ફુલેકું ફેરવનાર અમરેલી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેના પુત્ર અને 3 ભાઈઓ સામે વધુ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોધરાના જ્યોતિકાબેન પટેલે ₹6.66 કરોડ અને મહિસાગરના ચંદ્રકાંતભાઈ પટેલે ₹3.32 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના પૂર્વહોદ્દેદાર અને SP ઇન્ફ્રાના ભાગીદાર સુરેશ પાનસૂરિયા અને ભાગીદારો સામે 10 કરોડની ઠગાઇની ફરિયાદ

વડોદરામાં હરણી-સમા લિન્ક રોડ તેમજ અન્ય વિસ્તારોમાં એસપી ઇન્ફ્રાના નામે સિધ્ધેશ્વરના નામની મકાનોની સ્કીમો મૂકી ફુલેકું ફેરવનાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા,તેના પુત્ર અને ત્રણ ભાઇઓ સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગોધરાના રતનપુર ખાતે રહેતાં જ્યોતિકાબેન દિલીપકુમાર પટેલે પોલીસને કહ્યું છે કે, વર્ષ-૨૦૨૧માં હરણી-સમા લિન્ક રોડ પર શ્રી સિધ્ધેશ્વર પેરેડાઇઝ,સિધ્ધેશ્વર પેસિફિક અને સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામની સ્કીમોમાં એસપી ઇન્ફ્રાના ભાગીદારો સૂરેશ પાનસૂરિયા તેમજ અન્યની સ્કીમમાં દુકાન,ફ્લેટ્સ અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીનમાં રોકાણ કર્યું હતું.પરંતુ આરોપીઓએ તેમની જાણ બહાર ખોટી સહી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવીને બૂક કરાવેલી પ્રોપર્ટી ત્રાહિત વ્યક્તિને વેચી દીધી હતી.
મહિલાએ કહ્યું છે કે,મારે ઉપરોક્ત ભાગીદારો પાસેથી કુલ રૃ.૬.૬૬ કરોડ લેવાના થાય છે.પરંતુ તેમણે આ જ સુધી રૃપિયા આપ્યા નથી કે પ્રોપર્ટી પણ આપી નથી અને બાનાખત પણ એકતરફી રદ કરાવી દીધા છે.
આવી જ રીતે મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ચંદુપુર ગામે રહેતા ચંદ્રકાંતભાઈ ભૂલાભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે,સુરેશ પાનસૂરિયા,તેના પુત્ર અને ભાઇઓની સિધ્ધેશ્વર પેરેડાઇઝ તેમજ પેસિફિકની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું.પરંતુ મને મારા રૃ.૩.૩૨કરોડ પરત મળ્યા નથી કે પ્રોપર્ટી પણ મળી નથી.હરણી પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદને આધારે અલગ અલગ ગુના નોંધ્યા છે.

એસપી ઇન્ફ્રાના ક્યા ક્યા ભાગીદારો સામે ગુનો નોંધાયો
(૧) સુરેશ ભાદાભાઇ પાનસૂરિયા
(૨) મનીષ ભાદાભાઇ પાનસૂરિયા
(૩) પ્રવીણ ભાદાભાઇ પાનસૂરિયા
(૪) કિશોર ભાદાભાઇ પાનસૂરિયા
(૫) રવિ સુરેશભાઇ પાનસૂરિયા
(તમામ રહે.પ્રેમદર્શન સોસાયટી,વેમાલી ગામ,તા.વડોદરા)