ફાઇનાન્સ કંપનીએ સીઝ કરેલા મકાનમાં ફરીથી રહેવાનું શરૃ કરી દેવાતા ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફાઇનાન્સ કંપનીએ સીઝ કરેેલા મકાનમાં ફરીથી રહેવાનું શરૃ કરી દેતા સિટિ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ હંસાપુરામા સ્વપ્નીલ એલીગન્સમાં રહેતા હિતેશકુમાર ભીમજીભાઇ પટેલ હિન્દુજા ફાઇનાન્સ લિ.કંપનીમાં ઓથોરાઇઝ ઓફિસર તરીકે નોકરી કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં મદાર મહોલ્લામાં એક મકાન પર ૨૫.૭૯ લાખ રૃપિયાની લોન આપવામાં આવી હતી. લોન ધારકે સમયસર હપ્તા ભર્યા નહતા. જેથી, કોર્ટમાં કેસ કરવામાં આવતા કોર્ટે તા. ૦૧-૦૫-૨૦૨૫ ના રોજ પઝેશન મેળવવા માટેની અરજી મંજૂર કરી હતી. મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી સીલ માર્યું હતું. તેમજ પાછળના દરવાજા પતરા ઊભા કરી બંધ કરી દીધા હતા. ગત તા. ૧૪-૦૭-૨૦૨૬ ના રોજ સ્થળ તપાસ કરતા મકાન માલિક પતરા હટાવીને રહેતા હોવાનું જણાઇ આવ્યું હતું. સિટિ પોલીસે જુનેદશા કાદરશા દિવાન અને ફાતમાબીબી કાદરશા દિવાન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.




