Baroda

સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે ૨૫.૮૦ લાખની હાર્ડ ડિસ્ક ચોરીની ફરિયાદ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના જેતલપુર રોડ પર કલામંદિર જ્વેલર્સમાં નવી દુકાન માટે મંગાવેલી 25.82 લાખની 57 હાર્ડ ડિસ્ક ચોરાઈ હતી. સુરતની માઇક્રો હાર્ડ આઇ.ટી. સોલ્યુશન કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચિરાગ પીપળીયાએ જ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. અકોટા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની  કંપનીના  પ્રોજેક્ટ મેનેજર સામે ૨૫.૮૦ લાખની હાર્ડ ડિસ્ક ચોરીની ફરિયાદ

જેતલપુર રોડ પર નવા શરૃ થતા જ્વેલરી શોપમાં સિક્યુરિટી સિસ્ટમ માટે મગાવેલી ૨૫.૮૨ લાખની હાર્ડ ડિસ્કની ચોરી થઇ હતી. આ હાર્ડ ડિસ્ક વેચનાર સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજરે જ હાર્ડ ડિસ્ક ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહારાણા પ્રતાપ રોડ હેપ્પી એક્સેલેન્સિયામાં રહેતા પ્રતિક રાજેશભાઇ શાહ વડોદરાના જેતલપુર રોડ પર કલામંદિર જ્વેલર્સમાં આઇ.ટી.ડિપાર્ટમેન્ટને લગતી કામગીરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નવા શો રૃમમાં સીસીટીવી ફિટ કરવાના હોઇ અમે હાર્ડ ડિસ્ક અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવા સુરત ખાતે આવેલી માઇક્રો હાર્ડ આઇ.ટી. સોલ્યુશન પ્રા.લિ. કંપનીમાં પરચેઝ ઓર્ડર મોકલ્યો હતો. અમે ખરીદેલી કુલ ૫૭ હાર્ડ ડિસ્કની કિંમત રૃપિયા ૨૫.૮૨ લાખ થાય છે.જેના સિરીયલ નંબર યુનિક હોય છે. આ હાર્ડ ડિસ્ક મગાવ્યા પછી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી હતી. પરંતુ, તે ચોરાઇ ગઇ હતી.ત્યારબાદ અમે ફરીથી હાર્ડ ડિસ્ક મગાવતા આઇ.આર. ફોકસ સીસીટીવી સાથે સંકળાયેલા ધર્મેશભાઇ મારફતે માઇક્રો હાર્ડ આઇ.ટી.સોલ્યુશનને મગાવી હતી.તે પૈકી ૧૭ ડિસ્કના સિરીઅલ અને બેચ નંબર પરથી એવો ખુલાસો થયો કે, આ ડિસ્ક અમારી સાઇટ પરથી અગાઉ ચોરાયેલી જ ડિસ્ક છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,માઇક્રો હાર્ડ આઇ.ટી. સોલ્યુશન પ્રા.લિ. કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચિરાગ પીપળીયા (રહે. શિક્ષા પત્રી એપાર્ટમેન્ટ, પુુણા ગામ,સુરત) એ એકલા અથવા તો અમારી સાઇટ પર કામ કરતા અન્ય કોઇ વ્યક્તિના સાથ સહકારથી ચોરી કરી છે.