Baroda

લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ભરતભાઈ દેસાઈ સાથે 11.23 લાખની છેતરપિંડી થઈ છે. સાવલીની કંપનીમાં નોકરી કરતા ભરતભાઈને 2026માં આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી અંકિત મિશ્રાનો ફોન આવ્યો હતો. તેણે ઝીરો ટકા વ્યાજે 20 લાખની લોન અગેન્સ્ટ પોલીસીની લાલચ આપી. લોન મેળવવા સબસિડી ચાર્જ અને ટીડીએસના બહાને તેમની પાસેથી કુલ 11.73 લાખ પડાવ્યા. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા, તેમને થોડા પૈસા પાછા મળ્યા, પરંતુ 11.23 લાખ હજુ મળ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી

Vadodara Fraud Case : વડોદરામાં તરસાલીના શરદનગરમાં રહેતા ભરતભાઈ હીરાલાલ દેસાઈ સાવલીની એક કંપનીના ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026 માં મારા પર એક કોલ આવ્યો હતો અને વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી અંકિત મિશ્રા તરીકે આપી હતી. તેમણે લોન અગેન્સ્ટ પોલીસી માટે ઝીરો ટકા વ્યાજે 20 લાખની ઓછા હપ્તા ભરવાની લોનની ઓફર આપી હતી. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી મેં હા પાડી હતી. તેઓએ લોન વિશે સમજ આપી એક લાખની એલ.આઇ.સી ની પોલીસી લેવી પડશે તેના પર લોન મળશે તેવું જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે ઇન્સ્યોરન્સ પાકશે તો તેને મેચ્યોરિટી કંપની રાખશે ત્યારબાદ લોન માટે ફોટો આધારકાર્ડ પાનકાર્ડ ત્રણ વર્ષનું ઇન્કમટેક્ષ રિટર્ન મોકલવા જણાવતા મેં ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા.
પોલીસી લીધા પછી તેને કહ્યું હતું કે બેંકમાંથી લોન માટે ઘરે માણસો આવશે અને 10-15 દિવસમાં લોન તમારા ખાતામાં જમા થઈ જશે. ત્યારબાદ અલગ અલગ નંબર પરથી મને ફોન આવ્યા હતા અને લોન માટે અલગ-અલગ બહાના જેવા કે સબસીડીનો ચાર્જ, ટીડીએસ માટે રૂપિયા ભરવાનું જણાવતા મેં મારા બેંક એકાઉન્ટ તથા અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી તેઓને 11.73 લાખ રૂપિયા આપ્યા હતા. આટલા રૂપિયા ભરાયા પછી પણ તેઓએ મને લોન અપાવી ન હતી. ત્યારબાદ મેં ઓનલાઇન 1930 સુપર કમ્પલેઈન કરી હતી, જેથી મને થોડા રૂપિયા પરત મળ્યા હતા પરંતુ 11.23 લાખ રૂપિયા પરત મળ્યા નથી.