કલરવાળી ચટણી, વાસી ફાફડા, તેલનો સ્થળ પર જ નાશ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાકશાખાની અલગ-અલગ ટીમોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડયા હતાં.
મકરપુરા,માંજલપુર, ગોરવા, આજવારોડ સહિતના વિસ્તારોમાં કુલ ૧૦ એકમો ખાતે દરોડા પાડી ચેકિંગની કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન કાજુ કતરી, ડ્રાયફ્રુટબાઈટ, માવો, સેવ સહિત કુલ ૧૫ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબમાં મોકલી અપાયા છે.
આ ઉપરાંત,ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા ૧૭ એકમો ખાતં ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન મીઠાઈ, ચટણી, તેલ,મરચા પાવડર સહિત કુલ ૪૨ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ કરાયું હતું.
મુજમહુડાના શિવશક્તિ ફરસાણમાંથી ૮ કિલોગ્રામ કલરવાળી ચટણી, ૬ કિલોગ્રામ વાસી ફાફડાનો નાશ કરાયો હતો. તેમજ મુજમહુડા વિસ્તારના કાન્હા સ્વિટ ફરસાણમાં ચેકિંગ દરમિયાન ૧૦ કિલોગ્રામ તેલની ટીપીસી વેલ્યૂ વધુ હોવાથી તેલનો નાશ કરાયો હતો.




