વડોદરામાં ખોરાક શાખાનું ચેકિંગ : હરિઓમ કાઠીયાવાડી રેસ્ટોરન્ટને સીલ માર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Safety : વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા ચારેય ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન સમા-સાવલી રોડ પર આવેલી હરિઓમ કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળતાં તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી.
ખોરાક શાખાની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા ફ્રિજમાંથી વાસી ચણા અને ગ્રેવી મળી આવ્યા હતા. આરોગ્ય માટે જોખમી બની શકે તેવા આ વાસી ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના સ્ટોરેજ એરિયામાં પણ ગંદકી જોવા મળી હતી. ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને સ્વચ્છતાની સ્થિતિને લઈને ખોરાક શાખાની ટીમે ગંભીર નોંધ લીધી હતી. અનહાઇજેનિક પરિસ્થિતિને પગલે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી અને સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે.
મહાપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત અથવા ગુણવત્તા વિનાના એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ તથા ઉપયોગ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









