Baroda
ન્યુ વીઆઇપી રોડના મકાનમાં આગ લાગતાં રોકડ અને ઘરવખરી ખાક
By GS Team
11 Aug 20261 min read
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર પાછળ વ્હાઇટ વુડાના મકાનો પાસે પ્રેમજીભાઈના ઘરમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. સદનસીબે પરિવારજનો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. પાણીગેટ ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી, જેથી મોટું નુકસાન ટળ્યું. આગમાં રોકડ અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં આજે સવારે આગના બનેલા બનાવને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લઇ લેતાં વધુ નુકસાન અટક્યું હતું.
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં ખોડિયાર નગર પાછળ વ્હાઇટ વુડાના મકાનો પાસે આજે સવારે પ્રેમજીભાઇ નામની વ્યક્તિના મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી.પરિવારજનો બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થઇ નહતી.બનાવને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ આવી જતાં થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.આગમાં કેટલીક રોકડ રકમ અને ઘરવખરી ખાક થઇ ગયા હતા.