Baroda

કારેલીબાગના ઇન્દિરાનગર પાસેથી ગાંજા સાથે કેરિયર પકડાયો,મંગાવનાર નામચીન હુસેન સુન્ની વોન્ટેડ

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કારેલીબાગ પોલીસે ઇન્દિરા નગર પાસેથી અબ્દુલ માજીદ ઉર્ફે સોનુ પઠાણને 65.93 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. રૂ. 3200ની કિંમતનો આ ગાંજો સુરતથી લાવવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા, આ ગાંજો નામચીન હુસેન કાદરમીયા સુન્નીએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારેલીબાગના ઇન્દિરાનગર પાસેથી ગાંજા સાથે કેરિયર પકડાયો,મંગાવનાર નામચીન હુસેન સુન્ની વોન્ટેડ

વડોદરામાં ગાંજાે પકડાઇ જવાના બનાવો સતત ચાલુ રહ્યા છે.ગઇકાલે કારેલીબાગ પોલીસે ગાંજાનો એક કેસ કર્યો હતો.જેનું કનેક્શન ફરી એક વાર સુરતનું ખૂલ્યું છે.
ભૂતડીઝાંપા-કારેલીબાગ વચ્ચે આવેલા ઇન્દિરા નગર પાસેથી કારેલીબાગ પોલીસે ગાંજા સાથે એક કેરિયરને ઝડપી પાડયો છે.
કારેલીબાગ પોલીસને મળેલી માહિતીને આધારે અબ્દુલ માજીદ ઉર્ફે સોનુ વહાબખાન પઠાણ(ઇન્દિરાનગર વસાહત)ને પોલીસે તપાસતાં તેના ખિસ્સામાંથી રૃ.૩૨૦૦ની કિંમતનો ૬૫.૯૩ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે પૂછપરછ કરતાં આ ગાંજો નામચીન હુસેન કાદરમીયા સુન્નીએ મંગાવ્યો હોવાની અને સુરતથી લાવ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.