Baroda

તાંદળજાની સ્કૂલ પાસે સ્કૂટર પર ગાંજો વેચતાે કેરિયર પકડાયો,સપ્લાયર વોન્ટેડ

By GS Team
17 Nov 20261 min read
TukuTouch Logo
તાંદળજામાં સ્કૂટર પર ગાંજો વેચતા એક કેરિયર સરફરાજ પઠાણને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો છે. વાડીવાલા સ્કૂલ પાસેના વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ₹7300ની કિંમતનો 146 ગ્રામ ગાંજો, સ્કૂટર અને મોબાઈલ જપ્ત કર્યા. પૂછપરછમાં જઈમ કાઝી ગાંજો આપતો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે અને એક મોટરસાઇકલ કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાંદળજાની સ્કૂલ પાસે સ્કૂટર પર ગાંજો વેચતાે કેરિયર પકડાયો,સપ્લાયર વોન્ટેડ

તાંદળજા વિસ્તારમાં સ્કૂટર પર ગાંજો વેચતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી ગાંજો આપતા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
તાંદળજાની વાડીવાલા સ્કૂલ પાસેની જગ્યામાં ગાંજાનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે ગોત્રીના પીઆઇ પીબી લક્કડે ટીમ મોકલી તપાસ કરાવતાં સ્કૂટર સાથે સરફરાજ નાઝીરખાન પઠાણ(ઇબ્રાહીમ કોમ્પ્લેક્સ,સોદાગર પાર્ક,તાંદળજા)ઝડપાયો હતો.
પોલીસે તેની પાસેથી રૃ.૭૩૦૦ની કિંમતનો ૧૪૬ ગ્રામ ગાંજો,સ્કૂટર અને મોબાઇલ કબજે કર્યા હતા.પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો જઇમ કાઝી આપી જતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે જઇમની તપાસ કરી હતી અને એક મોટર સાઇકલ કબજે કરી છે.