વડોદરાના સન ફાર્મા રોડ પર રાત્રે ડિવાઈડર પર ચડીને કાર થાંભલામાં ભટકાઈ, એરબેગ્સ ખુલી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરાના સન ફાર્મા રોડ ઉપર રાત્રે અકસ્માતના બનેલા બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા. પોલીસે બનાવા અંગે કાર્યવાહી કરી હતી.
સન ફાર્મા રોડ ઉપર ગઈ રાત્રે એક કાર ફુલ સ્પીડમાં પસાર થઈ રહી હતી ત્યારે ખાનગી હોસ્પિટલ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડીને થાંભલામાં ઘૂસી ગઈ હતી.
મોટો ધડાકો સાંભળી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા કાર ચાલકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવો કેવી રીતે બન્યો તે બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે. આ ઉપરાંત કારચાલકની સ્થિતિ જોતા તે નશામાં હોવાનું પણ જણાતું હતું.
અકસ્માતનો બનાવ એટલો ગંભીર હતો કે કારની આગળનો બોનેટનો ભાગ તૂટી ગયો હતો અને એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. સારા નસીબે આ બનાવમાં કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.









