કેબ ડ્રાઇવરે પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેબ ડ્રાઇવરના મુંબઇની મહિલા સાથેના ચેટ પત્ની જોઇ જતા ઝઘડો થયો હતો. પતિએ કાઢી મૂકવાની ધમકી આપતા પત્નીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હરણી વિસ્તારની મહિલાના લગ્નને આઠ વર્ષ થયા છે અને તેમને બે દીકરીઓ છે. કેબ ડ્રાઇવર તરીકે કામ કરતા પતિને મુંબઈથી વડોદરા આવતી એક મહિલા ગ્રાહક સાથે પરિચય થયો હતો. પતિ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એડિટ કરેલા ફોટા શેર કરવા સહિત સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતો હતો. પત્નીને તેની જાણ થઇ જતા આ અંગે વિરોધ દર્શાવતા પતિએ ઝઘડો કરી પત્નીના પિયર પક્ષના લોકોને બોલાવી મહિલાને કાઢી મૂકવાની ધમકી આપી હતી. મહિલાએ અભયમમાં કોલ કરતી ટીમે સ્થળ પર જઇને પતિને કાયદાકીય જોગવાઇઓ અને પત્નીના હક્ક, અધિકારો વિશે સમજ આપી હતી. પતિએ પોતાની ભૂલ સ્વીકારી મુંબઈની મહિલા સાથે સંબંધ ન રાખવાની ખાતરી આપી હતી. ત્યારબાદ સમાધાન થયું હતું.




