વડોદરામાં રૂ.1.81 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઝોન-3 હેઠળ આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલા કુલ 110 ગુનામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન સહિત કુલ 58,341 નંગનો નાશ કરાયો હતો. આ જથ્થાની કુલ કિંમત રૂ.1,81,40,253 હોવાનું જાણવા મળ્યું છે.
નાયબ પોલીસ કમિશનર ઝોન-3 ના માર્ગદર્શન હેઠળ કપુરાઈ, પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂબંધીના કાયદા હેઠળ કાર્યવાહી દરમિયાન આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જપ્ત કરાયેલા દારૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની હાજરીમાં સરકારી પંચોની રૂબરૂમાં વડા ટી.પી. રોડ પર, સયાજીપુરા સર્કિટ હાઉસની પાછળ આવેલા સ્થળે રોડ પર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.




