Baroda

વડોદરામાં ભાજપ કાર્યકરને જ વલખાં, સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો : કોર્પોરેટરો કામ કરતા નથી

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા ભાજપના વોર્ડ-5ના કાર્યકર અક્ષય સુથારે પ્રાથમિક સુવિધા મુદ્દે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે. 15 દિવસ સુધી સફાઈ માટે JCB ન આવતા તેમણે ત્રણ કાઉન્સિલરને જાણ કરી હતી, છતાં કાર્યવાહી ન થતાં વોર્ડના અધિકારીને રજૂઆત કરી હતી. આખરે JCB આવતા સફાઈ થઈ. સત્તાપક્ષના કાર્યકરને જ લડવું પડતું હોય તો સામાન્ય નાગરિકોનું શું, તેવો સવાલ ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ભાજપ કાર્યકરને જ વલખાં, સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો : કોર્પોરેટરો કામ કરતા નથી

Vadodara BJP : વડોદરા શહેરના વોર્ડ નંબર-5માં પ્રાથમિક સુવિધાના મુદ્દે સત્તા પક્ષના જ કાર્યકરે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતાં વિવાદ સર્જાયો છે. વિસ્તારના નાગરિકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હોવા છતાં રજૂઆતોનો સમયસર નિકાલ થતો ન હોવાનો બળાપો કાર્યકર અક્ષય સુથારે ઠાલવ્યો છે.ત્રણ કાઉન્સિલરને જાણ કરવા છતાં 15 દિવસ સુધી સફાઈ માટે જેસીબી મશીન નહી આવતાં આખરે વોર્ડના અધિકારી સમક્ષ રજૂઆત કરવી પડી હતી.
અક્ષય સુથારે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, વિસ્તારના લોકોનો તેમના પર વિશ્વાસ હોવાથી તેઓ પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો લઈને આવે છે. લોકોનો આ વિશ્વાસ જાળવી રાખવો તેમની જવાબદારી છે. આથી નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને 10 ઑક્ટોબરના રોજ વોર્ડના ત્રણ કાઉન્સિલરને જેસીબી મશીન વડે સફાઈ કરાવવા માટે જાણ કરવામાં આવી હતી.
રત્ન ભવન, વાત્સલ્ય હોમ સહિતના સ્થળોએ માર્ગની આસપાસ ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરવાની જરૂરિયાત હતી. જોકે, રજૂઆતના 15 દિવસ બાદ પણ જેસીબી મશીન આવ્યું નહોતું. આખરે અક્ષય સુથારે વોર્ડ નંબર-5ના અધિકારી સમક્ષ રજૂઆત કરતાં તાત્કાલિક જેસીબી મોકલવામાં આવ્યું હતું અને સ્થળ પર સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી.
અક્ષય સુથારે પોતાની પોસ્ટમાં એવો પણ મત વ્યક્ત કર્યો છે કે નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે ખડે પગે ઊભા રહેવું જોઈએ. જરૂર પડે તો લડીને પણ સમસ્યાનું સમાધાન કરાવવાનો પ્રયાસ થવો જોઈએ.
જો સત્તાપક્ષના કાર્યકરને જ પોતાના વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે વલખાં મારવાં પડતાં હોય તો સામાન્ય નાગરિકોની ફરિયાદોનો નિકાલ કેટલા સમયમાં થતો હશે તેવો સવાલ ઊભો
થયો છે.