Baroda

તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે વાહનની ટક્કરે બાઇક ચાલકનું કરૃણ મોત

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
વહેલી સવારે તરસાલી-બરોડા ડેરી રોડ પર એક બાઈકચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું. માંજલપુરના મોહનચન્દ્ર રથ (ઉ.વ.32) મિત્ર સાથે બાઈક પર નીકળ્યા હતા, ત્યારે સવારે 5 વાગ્યે અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. પિતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અન્ય એક ઘટનામાં ડભોઈ-વડોદરા ટ્રેક પર છોટા હાથી ટેમ્પાની ટક્કરે કલ્પેશ પરમાર (ઉ.વ.40)નું પણ મોત થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે વાહનની ટક્કરે બાઇક ચાલકનું કરૃણ મોત

તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક બાઇકચાલકનું કરૃણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં લાલબાગ મેઇન રોડ પર આવેલી જગન્નાથપુરમ સોસાયટીમાં રહેતો મોહનચન્દ્ર ત્રિલોચન રથ (ઉ.વ.૩૨) આજે વહેલી સવારે તેના મિત્ર વિશાલ ઉમેશ સોલંકી સાથે પોતાની બાઇક લઇને નીકળ્યો હતો. દરમિયાન તરસાલી શાક માર્કેટથી બરોડા ડેરી તરફના રોડ પર સવારે પાંચ વાગે એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા મોહનચન્દ્રને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે લાલબાગ ખાતે જગન્નાથ ંદિરના પૂજારી પિતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક બનાવમાં રતનપુર પાસે ડભોઇ-વડોદરા ટ્રેક પર આજે સવારે ૧૦ વાગે એક બાઇકને છોટા હાથી ટેમ્પાએ જોરદાર ટક્કર મારતા બાઇકચાલક કલ્પેશ પરમાર (ઉ.વ.૪૦)ને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તરસાલીમાં રવિપાર્ક સોસાયટીમાં રહેતો મૃતક કલ્પેશ સવારે નોકરી પર જઉં છું તેમ કહી નીકળતો હતો ત્યારે તેની પત્ની અપેક્ષાએ ક્યાં નોકરી પર જાઓ છો તેમ પૂછતા કલ્પેશે કેલનપુર જીઆઇડીસીમાં કહ્યું હતું. આ અંગે ટેમ્પાચાલક સામે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.