મકાન રિનોવેશન અને વિદેશ મોકલવાના નામે A-1 કન્સ્ટ્રક્શનના ભાવિન શાહે 7 જણા પાસે 47લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મકાન રિનોવેશન અને વિદેશમાં નોકરી અપાવવાના નામે વાઘોડિયા રોડ પર કન્સ્ટ્રક્શનની ઓફિસ ધરાવતા ભાવિન શાહ સામે સાત વ્યક્તિ સાથે રૃ.૪૭.૩૧લાખની ઠગાઇ કરવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
કારેલીબાગની શીતલતા સોસાયટીમાં રહેતા અને ઇરાકની કંપનીમાં ફરજ બજાવતા પરાગભાઇ ભગતે પોલીસને કહ્યું છે કે,છ વર્ષ પહેલાં મેં હાલોલના નાના ચાડવા ગામે ફાર્મ હાઉસ બનાવવા માટે જમીન લીધી હતી.આ જમીન પર કન્સ્ટ્રક્શન કરવા માટે મેં એ-વન કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયરના સંચાલક ભાવિન ચંદુલાલ શાહ(દર્શનમ ઉપવન,પરિવાર ચાર રસ્તા પાસે,વાઘોડિયા રોડ)નો સંપર્ક કર્યો હતો.
વાઘોડિયારોડ પર પરિવાર ચારરસ્તા પાસે જશરાજ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા ભાવિન શાહે ફાર્મમાં બાંધકામ કરવા માટે રૃ.૨૯લાખ નક્કી કર્યા હતા.તેણે કામ પણ શરૃ કર્યું હતું,પણ છાશવારે રૃપિયાની માગણી કરતો હતો અને કામ બંધ કરી દેતો હતો.તેને કુલ રૃ.૧૬.૮૦લાખ ચૂકવ્યા હોવા છતાં અધુરું કામ ચાલુ કરતો નહતો અને પુરા રૃપિયા માગવાનો આગ્રહ રાખી સામાન લઇને ચાલ્યો ગયો હતો.ત્યારબાદ ખાનગી કંપની મારફતે તપાસ કરાવતાં તેણે ૧૬.૮૦ લાખમાંથી માત્ર રૃ.૨.૯૫ લાખનું અને તે પણ હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી રીતે બીજા છ જણા સાથે પણ ભાવિને રિનોવેશન અને વિદેશ મોકલવાના નામે રૃપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.જ્યારે અગાઉ પણ તેની સામે પાણીગેટ,કપૂરાઇ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવતાં પોલીસ ફરિયાદ કરી હતી.
ભાવિને કોની પાસે કેટલી રકમ પડાવી
નામ સરનામુ કારણ રૃપિયા(લાખ)
પરાગ ભગત શીતલતા સો.કારેલીબાગ ફાર્મહાઉસ ૧૬.૮૦
નૌકાબેન પટેલ રાધાકૃષ્ણ સો.વાઘોડિયારોડ રિનોવેશન ૮.૦૧
હસમુખભાઇ ડબગર જલારામ નગર,ગોધરા રિનોવેશન ૭.૨૧
જગજીતસિંઘ સંધુ વૃન્દાવનપાર્ક,ન્યુ સમા રિનોવેશન ૪.૫૦
જીગ્નેશ શાહ સુરભિ વાટિકા,વાઘોડિયારોડ રિનોવેશન ૪.૪૦
ભાઇલાલ વણકર સૌજન્ય ટાઉનશિપ,આજવારોડ ન્યૂઝિલેન્ડ ૩.૩૯
ચન્દ્રકાન્ત પટેલ આસ્થા ડૂપ્લેક્સ,સમતા પુત્રને વિઝા ૩.૦૦




