Baroda

અખાદ્ય પદાર્થનો જથ્થો મળતા કારેલીબાગનું ભાવિકા વિઝન સીલ

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ આજે વાસણા-ભાયલી રોડ, કારેલીબાગ સહિત 6 સ્થળોએ ચેકિંગ કર્યું. પીઝા પોઈન્ટ અને હરિઓમ દાલબાટીને ગંદકી બદલ નોટિસ અપાઈ. ભાવિકા વિઝનમાંથી મિસબ્રાન્ડેડ જથ્થો મળતા યુનિટ બંધ કરાયું. અપના પંજાબ અને જય મહાકાળી સેવઉસળમાંથી 80 કિલો અખાદ્ય શાકભાજીનો નાશ કરી, કુલ 15 હજારનો દંડ વસૂલવામાં આવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અખાદ્ય પદાર્થનો જથ્થો મળતા કારેલીબાગનું ભાવિકા વિઝન સીલ

શહેરમાં ખાદ્યસુરક્ષાને લઈને મ્યુનિ.કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં અણધાર્યું ચેકિંગ હાથ ધરી બેદરકારી દાખવનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

ખોરાકશાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ વાસણા-ભાયલી રોડ, ઓલ્ડ પાદરા રોડ, કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ અને સમા-સાવલી રોડ સહિતના વિસ્તારોમાં કુલ છ ખાદ્યપદાર્થ સંબંધિત યુનિટની તપાસ કરી હતી. આ દરમિયાન પનીર અને પ્રીપેડ ફૂડના નમૂના લેવાયા હતા.

વાસણા-ભાયલી રોડ પર આવેલા પીઝા પોઈન્ટ રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતા નોટિસ આપી છે.કારેલીબાગમાં બ્રાઇટ સ્કૂલની નીચે આવેલા ભાવિકા વિઝનમાં તપાસ દરમિયાન મિસબ્રાન્ડેડ ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતા યુનિટ બંધ કરાવ્યું છે.

એલએન્ડટી સર્કલ પાસે આવેલી અપના પંજાબ અને જય મહાકાળી સેવઉસળ રેસ્ટોરન્ટમાં પણ ગંદકી જોવા મળી હતી. બંને સ્થળેથી કુલ ૮૦ કિલો અખાદ્ય શાકભાજીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.બંને યુનિટને રૃા.૫ હજાર લેખે કુલ રૃા.૧૦ હજારનો દંડ ફટકારાયો છે.

સમા-સાવલી રોડ પર આવેલા હરિઓમ દાલબાટી રેસ્ટોરન્ટમાં ગંદકી જણાતા નોટિસ આપી રૃા.૫ હજારનો દંડ વસૂલાયો છે.