પાણીની ટાંકીના કામમાં રૂ.4.93 કરોડના અંદાજ સામે બી.ડી.સોરઠીયાનું રૂ.6.87 કરોડનું ભાવપત્રક : રૂ.1.94 કરોડ વધુ ચૂકવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરની હદમાં સમાવેશ થયાના છ વર્ષ બાદ વેમાલી વિસ્તારમાં પાણીની ટાંકી અને ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન આગળ વધ્યું છે. જોકે, આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં તૈયાર કરવામાં આવેલા અંદાજ સામે ઇજારદાર બી.ડી.સોરઠીયા એન્ડ કંપનીએ 39.50 ટકા વધુ ભાવ રજૂ કર્યો છે. અંદાજિત રૂ.4.93 કરોડના કામ માટે રૂ.6.87 કરોડનું ભાવપત્રક મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. આ દરખાસ્ત મંજૂર થાય તો અંદાજ કરતાં આશરે રૂ.1.94 કરોડ વધુ ચૂકવવા પડશે. બીજી તરફ, કન્સલ્ટન્ટ રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભાવની ચકાસણી કરીને હાલના બજારભાવની સરખામણીએ આ ભાવ 2.49 ટકા ઓછો હોવાનું જણાવ્યું છે.
વર્ષ 2020-21માં વડોદરા શહેરની હદમાં વુડાનાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ઉત્તર ઝોનના આઉટગ્રોથ વિસ્તાર તરીકે વેમાલીનો પણ સમાવેશ થાય છે. વેમાલી વિસ્તારમાં પાણીનું નવું નેટવર્ક નાખવાની કામગીરીના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કામાં વેમાલી ટીપી-1, એફપી-143 ખાતે ભૂગર્ભ સંપ અને બૂસ્ટર બનાવવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે.
હવે ત્રીજા તબક્કામાં 18 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઊંચી પાણીની ટાંકી અને 50 લાખ લિટરનો ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ કામગીરી માટે વર્ષ 2024માં રૂ.4,93,05,463ના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ચોથા પ્રયાસે બે ઇજારદારોએ ભાવપત્રક રજૂ કર્યાં હતાં. તેમાંથી કેવડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને લાયકાતના તબક્કે અપાત્ર ઠરાવવામાં આવી હતી, જ્યારે બી.ડી. સોરઠીયા એન્ડ કંપની લાયક ઠરી હતી.
બી.ડી. સોરઠીયા એન્ડ કંપનીએ અંદાજિત રકમ કરતાં 39.50 ટકા વધુ એટલે કે રૂ.6,87,81,120નું ભાવપત્રક રજૂ કર્યું છે. બીજી તરફ, કન્સલ્ટન્ટ રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભાવપત્રકની ચકાસણી કર્યા બાદ હાલના બજારભાવની સરખામણીએ આ ભાવ 2.49 ટકા ઓછો હોવાનું જણાવ્યું છે.
વડોદરા શહેરની હદમાં સમાવેશ થયાના છ વર્ષ બાદ વેમાલી વિસ્તારમાં પાણીની ટાંકી અને ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન આગળ વધ્યું છે. જોકે, આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં તૈયાર કરવામાં આવેલા અંદાજ સામે ઇજારદાર બી.ડી.સોરઠીયા એન્ડ કંપનીએ 39.50 ટકા વધુ ભાવ રજૂ કર્યો છે. અંદાજિત રૂ.4.93 કરોડના કામ માટે રૂ.6.87 કરોડનું ભાવપત્રક મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. આ દરખાસ્ત મંજૂર થાય તો અંદાજ કરતાં આશરે રૂ.1.94 કરોડ વધુ ચૂકવવા પડશે. બીજી તરફ, કન્સલ્ટન્ટ રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભાવની ચકાસણી કરીને હાલના બજારભાવની સરખામણીએ આ ભાવ 2.49 ટકા ઓછો હોવાનું જણાવ્યું છે.
વર્ષ 2020-21માં વડોદરા શહેરની હદમાં વુડાનાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ઉત્તર ઝોનના આઉટગ્રોથ વિસ્તાર તરીકે વેમાલીનો પણ સમાવેશ થાય છે. વેમાલી વિસ્તારમાં પાણીનું નવું નેટવર્ક નાખવાની કામગીરીના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કામાં વેમાલી ટીપી-1, એફપી-143 ખાતે ભૂગર્ભ સંપ અને બૂસ્ટર બનાવવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે.
હવે ત્રીજા તબક્કામાં 18 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઊંચી પાણીની ટાંકી અને 50 લાખ લિટરનો ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ કામગીરી માટે વર્ષ 2024માં રૂ.4,93,05,463ના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ચોથા પ્રયાસે બે ઇજારદારોએ ભાવપત્રક રજૂ કર્યાં હતાં. તેમાંથી કેવડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને લાયકાતના તબક્કે અપાત્ર ઠરાવવામાં આવી હતી, જ્યારે બી.ડી. સોરઠીયા એન્ડ કંપની લાયક ઠરી હતી.
બી.ડી.સોરઠીયા એન્ડ કંપનીએ અંદાજિત રકમ કરતાં 39.50 ટકા વધુ એટલે કે રૂ.6,87,81,120નું ભાવપત્રક રજૂ કર્યું છે. બીજી તરફ, કન્સલ્ટન્ટ રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભાવપત્રકની ચકાસણી કર્યા બાદ હાલના બજારભાવની સરખામણીએ આ ભાવ 2.49 ટકા ઓછો હોવાનું જણાવ્યું છે.