Baroda

ઓનલાઇન ઠગો સામે બેન્કિંગ સિસ્ટમ પણ નબળી,BOIમાં ખાતું બંધ કરાવ્યું છતાં વેડિંગ ઇન્વિટેશનમાં 1.89 લાખ ગુમાવ્યા

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કોઠી વિસ્તારના દુકાનદાર સુરેશભાઈ શર્મા સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. 3 સપ્ટેમ્બરે વેડિંગ ઇન્વિટેશનની APK ફાઈલ ખોલતા તેમનું વોટ્સએપ હેક થયું. શંકા જતા તેમણે તાત્કાલિક બેંક ખાતું બંધ કરાવ્યું. 15 દિવસ બાદ ખાતું ફરી ચાલુ કરાવતા રૂ. 1.89 લાખ ઉપડી ગયા. હરણી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ઠગો સામે બેન્કિંગ સિસ્ટમ પણ નબળી,BOIમાં ખાતું બંધ કરાવ્યું છતાં વેડિંગ ઇન્વિટેશનમાં 1.89 લાખ ગુમાવ્યા

ઓનલાઇન ઠગાઇના મોટાભાગના કેસોમાં ઠગાયેલા લોકોને રૃપિયા ઉપડી ગયા પછી જાણ થતી હોય છે,પરંતુ કોઠી વિસ્તારના એક દુકાનદારે ઠગોથી બચવા માટે અગાઉથી બેન્કની મદદ લીધી હોવા છતાં પંદર દિવસ બાદ રૃ.૧.૮૯ લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો હરણી પોલીસ સમક્ષ આવ્યો છે.
વીઆઇપી રોડના અયોધ્યા નગરમાં રહેતા સુરેશભાઇ શર્મા ગઇ તા.૩જી સપ્ટેમ્બરે સવારે તેમની દુકાને હતા ત્યારે મિત્ર સચિન જાધવના મોબાઇલ પરથી વેડિંગ ઇન્વિટેશનની એપીકે ફાઇલ આવી હતી.દુકાનદારે ફાઇલ ઓપન કરતાં કોઇ પેજ ખૂલ્યું નહતું.જેથી તેમને શંકા જતાં સચીનને ફોન કરી પૂછ્યું હતું.
સચિને તેનું વોટ્સએપ હેક થઇ ગયું હોવાનું અને આવું કોઇ ઇન્વિટેશન મોકલ્યું નહિ હોવાનું કહેતાં દુકાનદારે મોબાઇલ બંધ કરી દીધો હતો અને તરત જ રાવપુરાની બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં જઇ એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.
પંદર દિવસ સુધી તેમને કોઇ ઓટીપી કે મેસેજ નહિ આવતાં સુરેશભાઇ ફરીથી બેન્કમાં ગયા હતા અને એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું.પરંતુ સાંજે પાંચેક વાગ્યે ફરીથી ઓટીપી આવવા માંડયા હતા અને રૃ.૮૯ હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.જેથી તેમણે ભત્રીજાને એટીએમ ચેક કરવા અને બેન્કને જાણ કરવા મોકલ્યો ત્યાં સુધી બીજા રૃ.એક લાખ ઉપડી ગયા હતા,જેથી પોલીસ ફરિયાદ કરી હતી.