બેંક કર્મચારીનો ફોન હેક કરીને ૫૫ હજાર ટ્રાન્સફર કરી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેંક કર્મચારીનો ફોન હેક કરીને સાયબર ઠગ ટોળકીએ બેંક કર્મચારીના એકાઉન્ટમાંથી ૫૫ હજાર ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોર ગામ કોટવાળા ફળિયામાં રહેતા અને પોરની ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.માં ક્લાર્ક તરીકે નોકરી કરતા જૈમિનકુમાર રમેશભાઇ પટેલે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧ લી ઓક્ટોબરે રાત્રે સાડા આઠ વાગ્યે મારો મોબાઇલ ફોન એકદમ ગરમ થવા લાગ્યો હતો. ત્યારબાદ મારો ફોન અચાનક બંધ થઇ ગયો હતો. અડધો કલાક પછી ફોન ચાલુ થઇ ગયો હતો. ફોનમાં ચેક કરતા મેં ડાઉનલોડ કરેલી એપ્લિકેશન ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ચેટ જી.ટી.પી., સ્નેપ ચેટ તેમજ મારી ધ બરોડા સેન્ટ્રલ બેંકની એપ્લિકેશન ડિલીટ થઇ ગઇ હતી. ફોન અપડેટ થયો હશે તેવું માનીને મે ફરીથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ્ત્યારબાદ ૩ જી તારીખે મારે દવાખાનાના કામ માટે રૃપિયાની જરૃર હોઇ બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. પરંતુ,બેંકના સ્ટાફે એવો જવાબ આપ્યો કે,તમારા એકાઉન્ટમાં રૃપિયા નથી. સ્ટેટમેન્ટ ચેક કરતા મારા એકાઉન્ટમાંથી છ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૫૫ હજાર વિડ્રો થઇ ગયા હતા.




