રૃા.૨.૩૨ કરોડની ઉચાપતમાં આરોપીના જામીન રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોગસ દસ્તાવેજાના આધારે કંપનીના પોર્ટલમાં પોતાના બેંક ખાતાઓના નંબરો નાખી રૃા.૨.૩૨ કરોડની ઉચાપત મામલે વારસિયા પોલીસ સ્ટેશને નોંધાયેલા ઠગાઈના ગુનામાં આરોપી એકાઉન્ટન્ટ મીનલ ઉર્ફેે યશ મનોહર ક્ષીરસાગર (રહે. ન્યુ વીઆઈપી રોડ, કારેલીબાગ)ના રેગ્યુલર જામીન અત્રેની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે.
ફરિયાદ મુજબ, અરજદાર -આરોપી મીનલ, ફરિયાદીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે રૃા.૨૨ હજાર વેતનથી નોકરી કરતો હતો. આરોપીએ કંપનીની કુલ રૃા ૨.૩૨ કરોડ ઉપરાંતની માતબર રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર દ્વારા ઉચાપત કરી હોવાનો આરોપ છે.
આરોપી અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, પત્નીના બેંક ખાતામાં રૃા. ૩.૧૦ લાખ ટ્રાન્સફર કર્યા છે. મોબાઈલ ટ્રેડિંગ કંપનીમાં નોકરી દરમિયાન મીનલ મનોહરે, પ્રાચી મીનલ સાથે મળીને ઉચાપત આચરી કંપનીને નુકસાન પહોંચાડયું છે. આ ગુનામાં કોર્ટે અગાઉ સહ આરોપી તરીકે અરજદાર આરોપીની પૂર્વ પત્નીને આગોતરા જામીન આપ્યા છે.
કોર્ટે નોંધ્યું કે હાલના સંજોગોમાં અરજદાર આરોપીનો રોલ ગંભીર જણાય છે અને જે તે રકમો પણ ખૂબ મોટી છે.









