Baroda

ડભોઇના ભીલાપુર ગામના ફાર્મ હાઉસના વિવાદમાં આપઘાતનો પ્રયાસ

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
ડભોઇ રોડ પર ભીલાપુર ગામ નજીક ફાર્મ હાઉસ વિવાદમાં છાણીના મુકેશ પંચાલે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. ભાજપના પૂર્વ કોર્પોરેટર કલ્પેશ પટેલ અને અન્યો દ્વારા હેરાનગતિના આક્ષેપો સાથે સ્યુસાઇડ નોટ મળી છે. મામલતદારે મુકેશનું નિવેદન લીધું છે. હાલ તેમની હાલત સ્થિર છે, છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કલ્પેશ પટેલે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇના ભીલાપુર ગામના ફાર્મ હાઉસના વિવાદમાં આપઘાતનો  પ્રયાસ

ડભોઇ રોડ ભીલાપુર ગામ નજીક આવેલા ફાર્મ હાઉસના વિવાદમાં ભાજપના પૂર્વ કોર્પેોરેટર દ્વારા હેરાન કરવામાં આવી રહ્ય હાવોના આક્ષેપ સાથે છાણી વિસ્તારના યુવકે ફિનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે કેસમાં મામલતદારે યુવકનું નિવેદન લીધું છે.
મળતી માહિતી મુજબસ, છાણી વિસ્તારમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ મહેન્દ્રભાઇ પંચાલ દ્વારા ગત ૮ મી તારીખે મોડીરાત્રે પોણા બાર વાગ્યે છાણી સીતારામ કોમ્પલેક્સ નજીક ફિનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓને સૌ પ્રથમ સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ છાણી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સ્થિર છે. આ કેસમાં એક કથિત સ્યૂસાઇડ નોટ પણ મળી છે, જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ભીલાપુર ગામ નજીક આવેલા શ્રીરામ ફાર્મ હાઉસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ અને તેના સાગરીતો દ્વારા ઘુસી જઇને તોડફોડ કરાઇ હતી. ડભોઇ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. કલ્પેશ પટેલ ઉપરાંત ચિરાયુ ,અજય, હિમાંશુ અને વિજય સામે પણ આક્ષેપો કરાયા છે. આપઘાતની કોશિશ અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, મુકેશ પંચાલ વિરૃદ્ધ કલ્પેશ પટેલે અગાઉ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.કલ્પેશ પટેલનું કહેવું છે કે, આ આક્ષેપો ખોટા છે.