Baroda
સમાધાન માટે બોલાવી ધો.૧૧ ના વિદ્યાર્થી પર હુમલો
By GS Team
4 Oct 20261 min read
વડોદરાના ગોરવા વિસ્તારમાં 16 વર્ષના સગીર વિદ્યાર્થી પર 3 અજાણ્યા સગીરોએ હુમલો કર્યો. એક વર્ષ પહેલા સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં થયેલી ધક્કા-મુક્કીની અદાવત રાખી, સમાધાનના બહાને બોલાવીને માથામાં ચાકૂ અને પટ્ટા વડે ઇજા પહોંચાડી હતી. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવા વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષના કિશોરને એક વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી ત્રણ હુમલાખોરોએ ચાકૂ અને પટ્ટા વડે હુમલો કર્યો હતો.
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ધો.૧૧ ના વિદ્યાર્થીને એક વર્ષ પહેલા સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં સ્કૂલમાં ધક્કા મુક્કી ના કારણે ઝઘડો થયો હતો. જોકે, હાલમાં તે સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અગાઉના ઝઘડાની અદાવત રાખી ત્રણ હુમલાખોરોએ તેને સમાધાન માટે બોલાવ્યો હતો. એક હુમલાખોરે ચાકૂ વડે માથામાં ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય બે હુમલાખોરોએ પટ્ટા વડે હુમલો કર્યો હતો. ગોરવા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ હુમલાખોરો પણ સગીર વયના છે.