Baroda

આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ઝુકી ગયા, નવરાત્રીના કારણે એફવાયની પરીક્ષાની તારીખો બદલી

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવરાત્રી દરમિયાન FYના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાના વિરોધ બાદ સત્તાધીશો ઝૂક્યા છે. ABVPની આંદોલનની ચીમકી બાદ 24 કલાકમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલાયું છે. હવે 8 થી 10 ઓક્ટોબરના પેપરો યથાવત રહેશે, જ્યારે બાકીના વિષયોની પરીક્ષા 21 થી 24 ઓક્ટોબર દરમિયાન લેવાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીમાં ખોટી પ્રથા પડવાનો ભય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ઝુકી ગયા, નવરાત્રીના કારણે એફવાયની પરીક્ષાની તારીખો બદલી

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવરાત્રી પર્વમાં જ એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સામે વિરોધ બાદ સત્તાધીશો ઝુકી ગયા છે અને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે.
હવે તા.૮ થી ૧૦ ઓકટોબર સુધીના પેપરો યથાવત રાખવામાં આવ્યા છે.એ પછીના વિષયોની પરીક્ષા નવરાત્રી બાદ એટલે કે તા.૨૧ થી ૨૪ ઓકટોબર સુધી લેવામાં આવશે.
એબીવીપીએ પરીક્ષાની તારીખો ના બદલાય તો આંદોલનની ચીમકી આપી હતી અને સત્તાધીશોએ ૨૪ જ કલાકમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલી નાંખ્યું છે.જેનાથી અનેક સવાલો ઉભા થયા છે.
આ પ્રકારની માંગણીના તાબે થવાથી યુનિવર્સિટીમાં ખોટી પ્રથા પડવાનો ડર ઉભો થયો છે.કેટલાક અધ્યાપકોનું માનવું છે કે, ભવિષ્યમાં બીજા કોઈ તહેવારના કારણે પણ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવશે.
તેની સાથે સાથે પરીક્ષા અને અભ્યાસ કરતા ગરબા વધારે મહત્વના છે તેવું આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો માની રહ્યા છે તેવો એક ગર્ભિત સંદેશો પણ વિદ્યાર્થીઓમાં જઈ રહ્યો છે.એમ પણ આ ઈન્ટરનલ પરીક્ષા છે અને જે વિદ્યાર્થીઓને ગરબાનો શોખ હોય તે પરીક્ષા આપીને પણ ગરબા રમવા જઈ શકતા હતા.