Baroda

પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ઝઘડો

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
માંજલપુરમાં પત્નીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે જીમમાં યુવકને પૂછવું પતિને ભારે પડ્યું હતું. કૃણાલ અને તેના મિત્ર જયદીપે ખેતીકામ કરતા સ્નેહલકુમાર સાથે ઝઘડો કરી તમાચો માર્યો હતો. માંજલપુર પોલીસે જયદીપ અને કૃણાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ઝઘડો

મારી પત્નીને ફ્રેન્ડ રિક્વેસ્ટ કેમ મોકલી, તેવું કહેનાર પતિ સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર યુવકે ઝઘડો કરી ધમકી આપી હતી.
માંજલપુરમાં રહેતા અને ખેતીકામ કરતા સ્નેહલકુમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું છેલ્લા અઢી મહિનાથી હું તથા મારી પત્ની સવારે આઠ વાગ્યે નિત્યક્રમ મુજબ, માંજલપુરમાં કોન્સેપ્ટ જીમમાં જઇએ છીએ. અમારા જીમમાં આવતા કૃણાલ નામના છોકરાએ મારી પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી હતી.જેની જાણ મારી પત્નીએ મને કરતા મેં ૧૮ મી તારીખે કૃણાલને પૂછ્યું કે, તે મારી પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ કેમ મોકલી ? જેથી, તે મને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી, હું ત્યાંથી જીમના બાથરૃમમાં જતો રહ્યો હતો. ત્યારે કૃણાલ તથા તેનો મિત્ર જયદિપ રાકેશભાઇ પટેલ (રહે. પંચવટી સોસાયટી, વડસર રોડ) આવ્યા હતા. જયદિપે મને તમાચો મારી દીધો હતો. માંજલપુર પી.આઇ. કે.એચ. ચૌધરીએ આરોપી જયદિપ તથા કૃણાલ અનિલભાઇ કુડપાણે(રહે.ઓરો હાર્મનિ, બિલાબાંેંગ સ્કૂલની સામે, વડસર રોડ) ની ધરપકડ કરી છે.