Baroda

વડોદરામાં પોલીસ ભવન પાસે પાણીની લાઈનમાં ફરી ભંગાણ : હજારો લીટર પાણીનો વેડફાટ

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પોલીસ ભવન પાસે ફરી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી વેડફાયું હતું. તાજેતરમાં જ સમારકામ કરાયું હોવા છતાં ફરી એ જ સ્થળે લાઈન તૂટતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. નર્મદા ભવન પાસે લોકોની અવરજવર વધુ હોય છે, ત્યારે વારંવારના ભંગાણથી તંત્રની બેદરકારી છતી થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પોલીસ ભવન પાસે પાણીની લાઈનમાં ફરી ભંગાણ : હજારો લીટર પાણીનો વેડફાટ

Vadodara Water Line Leakage : વડોદરા શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. પોલીસ ભવન પાસે ગઈકાલે ફરી એકવાર પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણી સમગ્ર માર્ગ પર ફરી વળતા શુદ્ધ પાણીનો બગાડ થયો હતો.
પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા મહત્વના વિસ્તારમાં વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ પડતું હોવા છતાં કાયમી ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ખાસ કરીને જ્યાં ગઈકાલે ભંગાણ થયું હતું ત્યાં તાજેતરમાં જ સમારકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં ફરી એ જ સ્થળે ભંગાણ થતાં સમારકામની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
પાણીની લાઈનના સમારકામ માટે વારંવાર રસ્તાનું ખોદકામ કરવામાં આવે છે. તેના કારણે રસ્તો પણ ઉબડખાબડ બની જાય છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ વારંવારના ખોદકામથી રસ્તાની સ્થિતિ પણ કથળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની લાઈનમાં વારંવાર પડતા ભંગાણનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માગ ઉઠી છે.