Baroda

વડોદરા નજીક વધુ એક ગોડાઉનમાં ભીષણ આગ,પાંચ કલાકે આગ પર કાબુ, ટેમ્પો પણ લપેટાયો

By GS TEAM
26 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના દશરથ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. ઇન્દિરા નગર રોડ પરના ખુલ્લા ગોડાઉનમાં વિદેશ પાર્સલ માટે રખાયેલો લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગની ઝપેટમાં એક ટેમ્પો પણ આવી ગયો હતો. ફાયર બ્રિગેડની 2 ટીમોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક વધુ એક ગોડાઉનમાં ભીષણ આગ,પાંચ કલાકે આગ પર કાબુ, ટેમ્પો પણ લપેટાયો

Vadodara : વડોદરા શહેરની આસપાસમાં આવેલા ગોડાઉનનોનું જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે અને તેની ફાયર સેફટી અંગે સતર્કતા નહીં રખાતા મોટી દુર્ઘટના સર્જાવવાનું જોખમ ઊભું થયું છે. આવા સમયે વડોદરાના દશરથ વિસ્તારમાં ગઈ રાત્રે ગોડાઉનમાં આગ લાગતા લાકડાનો જંગી જથ્થો ખાખ થઈ ગયો હતો.
દશરથના ઇન્દિરા નગર રોડ ઉપર આવેલા ખુલ્લા ગોડાઉનમાં વિદેશ પાર્સલ માટે ઉપયોગમાં લેવાતા લાકડાનો જંગી જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે દરમિયાન ગઈકાલે રાત્રે કોઈ કારણસર આગ લાગતા ઝડપભેર આગ પ્રસરી હતી.

2.JPG


ઉપરોક્ત સ્થળે પાર્ક કરાયેલો એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયર બ્રિગેડની જુદી-જુદી બે ટીમો કામે લાગી હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવના સ્થળે લોકોના ટોળા જમ્યા હતા અને સ્થળ પર આવી ગયેલી પોલીસે પણ પ્રાથમિક તપાસ કરી હતી.