MSU કેમ્પસમાં ફરી જૂથ અથડામણ, પટ્ટા વડે હુમલો, વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: છાશવારે મારામારી માટે કુખ્યાત બનેલા એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં આજે બપોરે વધુ એક વખત બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી .જેનો વિડિયો પણ વિદ્યાર્થી આલમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોત જોતા માં વાયરલ થયો હતો.
એવું કહેવાય છે કે, કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ નજીક બે જૂથો બાખડયા હતા. જેમાં એક યુવાનને પટ્ટા વડે બીજા પર હુમલો કરતા પણ વિડિયો માં જોઈ શકાય છે.
આ અથડામણના પગલે કેમ્પસમાં દોડધામ મચી હતી.જોકે મારા મારી શેના માટે થઈ હતી તેનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. ઉપરાંત મારામારી માં સામેલ યુવાનો યુનિવર્સિટીના વિદ્યાર્થી છે કે નહીં તેની અટકળો પણ થઈ રહી છે.કારણકે બહારના તત્વો માટે કેમ્પસ માં આવીને કલાકો સુધી અડિંગો જમાવવો નવી વાત નથી.
પરંતુ આ ઘટનાએ ફરીવાર સાબિત કર્યું છે કે સિક્યુરિટી પાછળ કરોડોના ખર્ચ છતાં કેમ્પસ સુરક્ષિત નથી.




