PM આવાસના નામે તોડ કરતી કશ્યપ અને જીલની ટોળકી સામે 9લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પીએમ આવાસ યોજનાના નામે કૌભાંડ આચરવાના ચકચારી પ્રકરણમાં વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારના પુત્ર કશ્યપ જોષી અને સૂત્રધાર જીલ બારોટની ટોળકી સામે દુકાનના નામે રૃ.૯.૦૫ લાખ પડાવ્યાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીરોડના સુદામાનગરમાં રહેતા અને કોયલીમાં એમજીવીસીએલમાં આસિ.લાઇન મેન તરીકે ફરજ બજાવતા પ્રતીકકુમાર બારોટે પોલીસને કહ્યું છે કે,જૂન-૨૦૨૫માં મારા સાળા મારફતે શુભમ મહાવરનો સંપર્ક થયો હતો અને તેણે સુભાનપુરા ઝાંસીકીરાણી સર્કલ પાસે એક દુકાન આપવાની છે તેમ કહી સુરેશ ભજીયા સામે સીએસસી સેન્ટરમાં સંદીપ એસ્ટેટ એજન્સીમાં મીટિંગ કરાવી હતી.
જીલ બારોટ,કશ્યપ જોષી અને રોહન સોલંકીએ દુકાન પેટે રૃ.૯.૦૫ લાખ લીધા હતા અને બાનાખત કરાવી કોર્પોરેશનના સહી-સિક્કા સાથેની રસીદ પણ આપી હતી જેમાં કશ્યપ જોષીનું નામ હતું.ત્યારબાદ જીલે કહ્યું હતું કે,દુકાનના ભાવ વધી ગયા છે અને કશ્યપ પાસે બીજા ગ્રાહકો આવી રહ્યા છે.જેથી દુકાનના રૃ.૩.૩૦ લાખ ભાવ વધાર્યા હતા.
પ્રતીકકુમારે કહ્યું છે કે,માર્ચ-૨૦૨૬માં દુકાનનો દસ્તાવેજ કરવાના હતા. આરોપીઓએ મને વોટ્સએપ પર દસ્તાવેજનો ડ્રાફ્ટ પણ મોકલ્યો હતો.પરંતુ ત્યારપછી વારંવાર બહાના કાઢીને દસ્તાવેજ કરતા નહતા.મને ટોળકી પ્રત્યે શંકા જતાં ગોરવા પોલીસને જાણ કરી છે.
પોલીસે જીલ અશોક બારોટ(ચંદ્રનગર સો.સુભાનપુરા),રોહન લક્ષ્મણસિંહ સોલંકી(સુકુન સ્કવેર,સુરેશ ભજીયા પાસે),શુભમ મહાવર(શ્યામલ,પ્રિયા સિનેમા પાસે,ગોત્રી) અને કશ્યપ રાકેશભાઇ જોષી(પ્રથમ રેસિડેન્સી,પરિવાર ચારરસ્તા પાસે,વાઘોડિયારોડ) સામે ગુનો નોંધ્યો છે.




