Baroda

સમૃધ્ધ મલ્ટી પર્પઝ સામે વધુ એક ફરિયાદઃમહિલાના રૃ.4.15લાખ પડાવી લીધા

By GS Team
25 Nov 20261 min read
TukuTouch Logo
આર.સી. દત્ત રોડ પરની સમૃદ્ધ જીવન મલ્ટીપર્પઝના કર્મચારી કેયૂર દિલીપભાઈ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બાજવાડાના કૌશલ્યાબેન કંદોઈએ જણાવ્યું કે, કેયૂરે જાન્યુઆરી-2014 થી જાન્યુઆરી-2015 દરમિયાન ઉંચા વ્યાજની લાલચ આપી તેમની પાસેથી 4.15 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જોકે, આજદિન સુધી પૈસા પરત ન મળતા, સયાજીગંજ પોલીસે કેયૂર સોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમૃધ્ધ મલ્ટી પર્પઝ સામે વધુ એક ફરિયાદઃમહિલાના રૃ.4.15લાખ પડાવી લીધા

આરસી દત્ત રોડ વિસ્તારમાં આવેલી ્સમૃધ્ધ જીવન મલ્ટી પર્પઝના સ્થાનિક કર્મચારી અને અધિકારીઓ સામે ફરિયાદોનો સિલસિલો ચાલુ રહ્યો છે.
બાજવાડા ભાટીયાશેરમાં રહેતા કૌશલ્યા બેન કંદોઇએ પોલીસને કહ્યું છે કે જાન્યુઆરી- ૨૦૧૪થી જાન્યુઆરી-૨૦૧૫ દરમિયાન કેયૂર દિલીપભાઇ સોની(પ્રતીક્ષા સોસાયટી,વિનય સોસાયટી પાછળ,આજવારોડ)મારે ત્યાં આવ્યો હતો અને રોકાણ માટે જુદીજુદી સ્કીમો સમજાવી હતી.
ઉંચા વ્યાજની વાતો કરનાર કેયૂર સોનીએ મારી પાસે રૃ.૪.૧૫ લાખ ઇન્વેસ્ટ કરાવ્યા હતા.પરંતુ આજ સુધી તેણે રોકેલા નાણાં પરત કર્યા નથી.જેથી સયાજીગંજ પોલીસે કેયૂર સોની સામે ગુના ેનોંધ્યો છે.