વડોદરા નજીકથી પસાર થતાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વધુ એક કાર આગમાં ખાક, પરિવારનો બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire in Car : વડોદરા નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આજે પરોઢિયે એક કારમાં આગ લાગતા પરિવારનો બચાવ થયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર વાહનોમાં આગ લાગવાના વારંવાર બનાવ બની રહ્યા હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવતી હોય છે. તાજેતરમાં જ એક યુવક કારમાં ભડથું થઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો, ત્યાર પછી પણ એક કારમાં આગ લાગવાનો પણ બનાવ બન્યો હતો.
આજે પરોઢિયે પાદરા નજીક સમિયાળા ગામ પાસે વધુ એક કારમાં આગ લાગતા પરિવારનો બચાવ થયો હતો. કારમાંથી અચાનક ધુમાડા નીકળતા અંદર સવાર વ્યક્તિઓ બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવને પગલે વાહન ચાલકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.




