Baroda

મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર આંદોલનનું એલાન

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બઢતી-બદલીમાં અન્યાય અને જોબચાર્ટ સુધારા મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મુખ્યમંત્રીને રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા, 31 ઓગસ્ટે કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર અપાશે. 7 સપ્ટેમ્બરે કામકાજ સ્થગિત કરાશે, 8 સપ્ટેમ્બરે માસ સી.એલ. અને 10 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર આંદોલનનું એલાન

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ મહેસૂલી કર્મચારીઓની બઢતી-બદલીમાં અન્યાય અને મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાં સુધારા અંગે ઉગ્ર આંદોલન કરશે.

 રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગમાંથી અપાયેલી બઢતી વખતે મોટા પ્રમાણમાં કર્મચારીઓને દૂરના જિલ્લામાં નિમણૂંકો અપાઈ છે.

સિનિયોરીટીની યાદી સમયમર્યાદામાં તૈયાર નહીં થતા નાયબ મામલતદારો બઢતીથી વંચિત છે. ફિલ્ડની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનામાં લીધા વિના મહેસૂલ તલાટીઓ માટે નવો જોબચાર્ટ જાહેર કરાયો છે. ઓનલાઈન પોર્ટલમાં ઓટીપી અને થમ્બની પ્રક્રિયામાં મહેસૂલી કર્મચારીઓ માનસિક તણાવ અનુભવે છે.

નવી ભરતી પહેલા નાયબ મામલતદારોને બઢતી આપવી, દૂરના જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને મૂળ જિલ્લામાં તબક્કાવાર નિમણૂંક આપવી,નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરવામાં આવે , ૯૧૭ મહેસૂલી તલાટીઓની હંગામી નિમણૂંક રદ કરવામાં આવે એ સહિતના ૧૪ મુદ્દાઓના ઉકેલ માટે જણાવાયું છે.

પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો મહામંડળે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે, જેમાં ૩૧ ઓગસ્ટે કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ૭ સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી કામકાજ સ્થગિત કરાશે. ૮ સપ્ટેમ્બરે માસ સી.એલ અને ૧૦ સપ્ટેમ્બરથી અનિશ્વિત મુદતની હડતાળનું એલાન કરાયું છે.