ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને માથામાં કુહાડીનો ઘા ઝીંકી દેતા લોહીલુહાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના આજવા રોડ પર જાદવા અમી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ઉમેશ કાંતિલાલ ચૌહાણ કેબલ કનેક્શનનું કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે મારી બહેન દક્ષાએ કિશનવાડી વુડાના મકાનમાં રહેતા પ્રમોદ ધીરજભાઈ રાજપુત સાથે વર્ષ 2004માં પ્રેમ લગ્ન કર્યા છે. તેઓને સંતાનમાં એક દીકરી છે. ગઈકાલે સવારે મારી બહેન દક્ષાની દીકરીએ મને ફોન કરી જણાવ્યું કે મારી મમ્મીને પપ્પાએ માથામાં કુહાડી મારી દીધી છે તેને જલ્દી આવો… જેથી હું તરત જ મારી બહેનના ઘરે પહોંચી ગયો હતો અને મારી બહેનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. મારી ભાણીએ આ અંગે મને કહ્યું હતું કે હું ગઈકાલે રાત્રે મારે બહેનપણી સાથે ફરવા ગઈ હતી અને રાત્રે ઘરે આવતા મોડું થયું હતું. જેથી પપ્પાએ મમ્મી સાથે ઝઘડો કર્યો હતો આજે સવારે પપ્પાએ ફરીથી આ બાબતે મમ્મી સાથે ઝઘડો કરી ગુસ્સામાં આવીને મમ્મીને માથામાં કુહાડી મારી દીધી હતી.









