જ્વેલરી શોપમાંથી 13 દિવસ પહેલા જ નોકરીએ રાખેલો કારીગર 68 ગ્રામ વજનનું ઘરેણું ઉઠાવીને ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : નોકરી શરૂ કર્યાના 13 દિવસમાં જ કારીગર તેને બનાવવા આપેલો 68 ગ્રામ વજનનો દાગીનો ચોરીને ફરાર થઇ ગયો હતો. જે અંગે સિટી પોલીસે નઝીમુદ્દીન સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગમાં અંબેપાર્ક સોસાયટીમાં રહેતા કેતનભાઇ સુંદરલાલ શાહની માંડવી શામળ બેચરની પોળમાં એચ.વી.કે. જ્વેલર્સ નામની દુકાન છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 18 મી ઓગસ્ટે સાંજે સાડા છ વાગ્યે મારા વેપારી મિત્ર હસીબુદ્દીને મને મેસેજ કર્યો હતો કે, તમારી દુકાન ખાતે નંગ સેટિંગના કામ માટે આવતીકાલે રાજકોટથી એક કારીગર નઝીમુદ્દીનને મોકલું છું. બીજે દિવસે નઝીમુદ્દીન આવતા તેણે અમારી દુકાને નોકરી ચાલુ કરી હતી. 1 લી સપ્ટેમ્બરે નઝીમુદ્દીને જમવા જવાના બહાને દુકાનેથી ગયો હતો. બે કલાક સુધી તે પરત નહીં આવતા અમે તેના મોબાઇલ પર કોલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. અમારી દુકાનમાં દાગીના ચેક કરતા નઝીમુદ્દીનને નંગ સેટિંગ માટે આપેલો 68 ગ્રામ વજનનો દાગીનો કિંમત રૂપિયા 7.61 લાખનો ગાયબ હતો.




