Baroda

૧૨ તોલાના દાગીનાની ચોરી જનાર એક આરોપી પકડાયો

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રોયલ હેરિટેજ વિલામાં સફાઈ કરવા આવેલા શ્રમજીવીઓ ૧૨ તોલા સોના-ચાંદીના દાગીના અને 25 હજાર રોકડ ચોરી ગયા હતા. અટલાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાજસ્થાનના એક આરોપી હીરાલાલ કીરને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 1.30 લાખનો મુદ્દામાલ, જેમાં સોનાની બંગડી, પાયલ અને ચાંદીની મૂર્તિઓનો સમાવેશ થાય છે, તે જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૧૨ તોલાના દાગીનાની ચોરી જનાર એક આરોપી પકડાયો

ઘરનું સફાઇ કામ કરવા આવેલા મજૂરો ઘરમાંથી સોનાના ૧૨તોલા વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગયા હતા. આ ગુનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી દાગીના રિકવર કર્યા છે.
બિલ કલાલીરોડ રોયલ હેરિટેજ વિલામાં રહેતા અલ્પેશકુમાર બદરીલાલ જૈન ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અમારા ઘરના સફાઇ કામ માટે આવેલા શ્રમજીવીઓ સફાઇ કામ કરીને ગયા પછી ઘરમાથી સોનાના ૧૨ તોલા વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડા ૨૫ હજાર ગાયબ હતા.સફાઇ કામ કરવા આવેલા ત્રણેય મજૂરો ઘરમાંથી ચોરી કરી ગયા હોવાની મને શંકા છે. અટલાદરા પી.આઇ. પાર્થ પસ્તાગીયાએ આ અંગે ટીમ બનાવી તપાસ શરૃ કરતા આરોપી હીરાલાલ નવલજીભાઇ કીર (રહે.કોટડા બડા ગામ,તા. ગઢી,જિ. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી સોનાની બંગડી,પાયલ, ચાંદીની મૂર્તિઓ મળીને કુલ૧.૩૦ લાખનો સામાન મળી આવ્યો હતો.