Baroda

ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે ભાવનગરના બે શખ્સો દારૂ ભરેલી કાર સાથે વડોદરામાં પકડાયા

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા તાલુકા પોલીસે ભાવનગરથી આવતી કારમાંથી રૂ. 74,820નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમિયાલા ટોલનાકા પાસે વોચ ગોઠવી પોલીસે 114 બોટલ દારૂ સાથે 2 આરોપી, અજય કુકરેજા અને મહેશ કટકિયાને ઝડપી પાડ્યા હતા. કુલ રૂ. 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે ભાવનગરના બે શખ્સો દારૂ ભરેલી કાર સાથે વડોદરામાં પકડાયા

Vadodara Police : ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતમાં લાગતો જે પરથી ભાવનગરમાં બે આરોપીઓ દારૂ સાથે પકડાયા છે જે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસની માહિતી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક કાર વડોદરા તરફ આવવાની છે. જેથી પોલીસે સમયાલા ગામ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસ ઉભી રાખી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 114 બોટલ કિંમત 74,820 રૂપિયાની મળી આવી હતી. પોલીસે દારૂ મોબાઈલ ફોન અને કાર મળી કુલ 2.84 લાખની મતા કબજે કરી છે.
ડ્રાઇવર અજય મહેશભાઈ કુકરેજા (રહે નવું સિંધુનગર, રામાપીર મંદિરની બાજુમાં, સરદાર નગર ભાવનગર) તથા (2) મહેશ શશીકાંતભાઈ કટકિયા (રહે. મફત નગર, સરદાર નગર, ભાવનગર ) ની સામે ગુનો દાખલ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.